________________
તારે કાલે સવારે સૌને કહેવાનું કે મને ચોવીસ તીર્થંકર સ્વપ્નમાં મળવા આવ્યા હતા... ચોવીસ તીર્થકરોએ સામૂહિક સ્વરમાં કહ્યું છે કે હવે અમારા માટે નવાં જિનાલયો બનાવવાની કોઈ જરૂર નથી..”
પ્રભુ ! આ તે કેવી આજ્ઞા...! આમાં તો ઘણા મોટા મોટા વેપારી ગુરુઓની દુકાનો બંધ થઈ જશે...!
પાછો વચ્ચે બોલ્યો? તારે સૌને કહેવાનું છે કે હવે અમારા માટે કોઈ નવું જિનાલય બનાવવાનું નથી... હવેથી તમારે એક નવું જ તપ કરવાનું છે... પર્યુષણ દરમ્યાન તપ કરવું અને સાધર્મિક ભક્તિ કરવી એમ અગાઉ મેં કહેલું જ હતું... એ ફરીથી યાદ કરાવું છું...”
“પ્રભુ ! તપ અને સાધર્મિક ભક્તિ તો સૌ કરે જ છે...' પણ મારે નવા તપની વાત કરવી છે...' નવું તપ ?' મેં વિસ્મય ફીલ કર્યું.
હા, તમે લોકો જેવી રીતે જૈન મૅરેજ બ્યુરો ચલાવો છો ને, એવી રીતે હવે જૈન જૉબ બૂરો શરૂ કરો... જે જૈનને નોકરીની જરૂર હોય તેની વિગતોમાહિતી મેળવી રાખો... અને કોઈ પણ જૈન શ્રેષ્ઠીની પેઢી ઉપર કોઈ જગા ખાલી હોય ત્યારે પેલા જૉબલેસ જૈનને લાયકાત પ્રમાણે મોકલી આપો..!”
“જૈન જૉબ બૂરો ! વાહ... ક્યા બાત હૈ...!' હું હરખાઈ ગયો.
“અને ઑલ શ્રીમંત જૈનોને કહી દેજે... મારી આજ્ઞા છે કે, હવે પછી તેમની પેઢી ઉપર, ફેક્ટરીમાં, સંસ્થામાં ક્યાંય પણ કોઈ નોકરી ખાલી પડે તો માત્ર જૈનને જ નોકરી આપે...” - “પ્રભુ! જૈન જૉબ બ્યુરો શરૂ કરવામાં તો બહુ તકલીફ પડે... ઑફિસ વગેરે માટે ખાસ્સા પૈસા જોઈએ... અને પ્રભુ, આપ તો જાણો જ છો... હું આ જૈન સમાચાર છાપું માંડ માંડ ચલાવું છું... એનો ખર્ચ જ ભારે પડે છે... ત્યાં જૈન જૉબ બૂરો ક્યાંથી શરૂ કરું ?'
કોઈ સારો ગુરુ શોધી લેજે..” મળશે ખરો ?' નિરાશ ના થા..! જરૂર મળશે...' પણ સારા અને સાચા ગુરુનો તો પ્રભાવ જ ક્યાં પડે છે? આજકાલ
82
મારો હીર, તાસ મહ્મવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org