Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 112
________________ પ્રશ્ન : ભગવાન મહાવીર આજે હયાત હોત તો તેઓ શું કરત? ઉત્તર : ભગવાન મહાવીર જે કાળમાં થઈ ગયા તે કાળનાં તમામ ક્ષેત્રોના પ્રશ્નોનાં સમાધાનો તેમણે આપ્યાં હતાં. કોઈપણ ક્ષેત્ર તેમને માટે અસ્પૃશ્ય નહોતું. તેમણે સામાજિક, આર્થિક, પશુપાલન, ધર્મ વગેરે તમામ ક્ષેત્રના સર્વમાન્ય નિયમો બનાવ્યા હતા. ક્રિયાકાંડોનાં પૂળ પ્રદર્શનનો તેમણે વિરોધ કર્યો હતો. મહિલાઓના અધિકારોની વાત પણ તેમણે કરી હતી. ભગવાન મહાવીર આજે હયાત હોત તો, વર્તમાન યુગની પ્રત્યેક ક્ષેત્રની સમસ્યાઓ માટે તેમણે માર્ગદર્શન આપ્યું હોત. પ્રશ્ન : આપની દષ્ટિએ જૈનધર્મનું ભવિષ્ય કેવું છે ? ઉત્તર : જૈનધર્મ ભવિષ્યમાં રહે કે ના રહે, પણ મહાવીરના સિદ્ધાંતો અવશ્ય રહેશે. હિંસા, અસત્ય અને દુરાચારથી ખતમ થઈ ગયેલું જગત ભવિષ્યમાં એમ કહેશે કે ભગવાન મહાવીરે અહિંસા, સત્ય અને સદાચારની જે વાત કરેલી તે સાચી હતી, કારણ કે એમાં જીવમાત્રનું કલ્યાણ છે. પ્રશ્ન : ભગવાન મહાવીર આપને મળી જાય તો આપ તેમને શું કહેશો ? ઉત્તરઃ ભગવાન મહાવીર આજે જો પુન: ધરતી પર આવે તો, કદાચ આપણે જૈનો તેમને ઓળખી જ નહિ શકીએ. મહાવીરના નામે આપણે જે જૂઠાણાં અને આડંબર રચ્યાં છે, એ દષ્ટિએ સાચા મહાવીરને ઓખળવાનું મુશ્કેલ બની જશે. આંગીઓથી સુશોભિત મહાવીરને આપણે ઓળખીએ છીએ, તપ-ત્યાગની સૌમ્ય મૂર્તિ સ્વરૂપ મહાવીરને ઓળખવાની પાત્રતા આપણે ખોઈ બેઠા છીએ. આમ છતાં મહાવીર મને જો મળી જાય તો હું તેમને માત્ર એટલી જ વિનંતી કરું કે, હે પ્રભુ ! આપ જ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ? ' પ્રશ્ન : મહાવીરના જીવનમાં બનેલા કહેવાતા કેટલાક ચમત્કારો શું સાચા હશે ખરા ? ઉત્તર : મહાવીરના જીવનની ચમત્કારિક ઘટનાઓ સિમ્બોલિક (પ્રતીકાત્મક) છે. તેનો સ્થૂળ અર્થ પકડવાને બદલે, તેનો મર્મ સમજવાની મથામણ કરવી જોઈએ. અખબાર માસ મહાવીર, તારા મહાવીર"dil Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114