Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 113
________________ પ્રશ્ન : નવી પેઢી સમક્ષ મહાવીરને કેવી રીતે રજૂ કરવા જોઈએ કે જેથી તેને ધર્મમાં શ્રદ્ધા જાગે ? : ઉત્તર ઃ નવી પેઢી સમક્ષ જૈનધર્મનું અખંડ અને સમગ્ર સ્વરૂપ રજૂ કરવું જોઈએ. પ્રેમ, મૈત્રી અને કરુણાનો મહિમા કરીને, કોઈનો ય અનાદર નહિ કરીને, ભેદભાવ વગરની આબોહવાનું નિર્માણ કરીને નવી પેઢી સમક્ષ મહાવીરને રજૂ કરવા જોઈએ. પ્રશ્ન : આપ વિદેશમાં જૈનધર્મનો પ્રચાર કરી રહ્યાં છો. અનેક દેશોમાં આપે આ કાર્ય કર્યું છે. વિદેશના લોકો જૈનધર્મનો કઈ રીતે સ્વીકાર કરે છે ? ઉત્તર : વિદેશમાં લોકો જૈનધર્મની જેમ ભારતના અન્ય ધર્મો માટે પણ જિજ્ઞાસા ધરાવે છે. પરંતુ એ લોકો માત્ર શ્રદ્ધાથી નહિ - સમજણ પામ્યા પછી જ ધર્મની વાત સ્વીકારે છે. માત્ર આસ્થા નહિ, પરંતુ જ્ઞાન કેન્દ્રમાં હોય છે. ધર્મની પ્રત્યેક વાતને નવી પેઢી તર્ક દ્વારા સમજીને જ અપનાવવા ઉત્સુક છે. પ્રશ્ન : આપની સંસ્થાનું નામ ‘વીરાયતન’ કેમ રાખ્યું ? તેના સ્થાપના ક્યારે થઈ ? ઉત્તર ઃ ભગવાન મહાવીરની એટલે કે ‘વીર’ની ભૂમિ ઉપર આ સંસ્થાની સ્થાપના થઈ તેથી તેનું નામ ‘વીરાયતન’ રાખ્યું. તેની સ્થાપના ઈ.સ. ૧૯૭૧માં થઈ હતી. આજે તો વિવિધ અનેક દેશોમાં પણ તેનાં કાર્યાલયો છે. સાધ્વી શિલાપીજી આ સંસ્થાનું ઉત્કૃષ્ટ સંચાલન કરી રહ્યાં છે. મને એક વાતનું આશ્ચર્ય છે. આજે ઠેરઠેર સ્થૂળ દેખાદેખી અને ફાલતું સ્પર્ધાઓ ખૂબ થાય છે. વેપારમાં, રમત-ગમતમાં, ધર્મમાં સર્વત્ર સ્પર્ધાઓ જોવા મળે છે. ત્યારે અમારી ‘વીરાયતન’ જેવી સંસ્થા સાથે હરીફાઈ કે સ્પર્ધા ફરી શકે તેવી માતબર અને નિષ્ઠાવાન સંસ્થાઓ અન્યત્ર કેટલી ઊભી કરી છે ? આવી વ્યાપક જનહિતની સંસ્થાઓ દ્વારા લોકસેવા તેમજ જૈનધર્મના પ્રચારનું ઉત્તમ કાર્ય થઈ શકે છે, પરંતુ એ દિશામાં ભાગ્યે જ કંઈક પ્રયત્નો થયા હશે... આમ કેમ ? મારા મહાવાર, તારા માવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114