________________
૨૯
જૈનધર્મનું અસ્તિત્વ રહે કે ના રહે, મહાવીરના સિદ્ધાંતો અવશ્ય રહેશે !
બિહારમાં લોકસેવાની સુગંધ પ્રસારતી સંસ્થા “વીરાયતનનાં પ્રણેતા સાધ્વી આચાર્યા શ્રી ચંદનાજી ક્રાંતિકારી પ્રતિભાનાં સ્વામિની છે. દેશવિદેશમાં જૈનધર્મના પ્રચાર માટે તેમજ માનવસેવાની બહુવિધ પ્રવૃત્તિઓ માટે ઉદ્યમ કરતાં, પાંસઠ વર્ષનાં આ. ચંદનાજી સાથેની એક રસપ્રદ પ્રશ્નોત્તરીના થોડાક અંશો આપણે માણીએ.
પ્રશ્ન : આપની દષ્ટિએ ભગવાન મહાવીરની સૌથી મોટી વિશેષતા કઈ ?
ઉત્તર : ભગવાન મહાવીરે માણસના જીવનની સ્વાયત્તતાનો સહજ સ્વીકાર અને આદર કર્યો એ તેમની સૌથી મોટી વિશેષતા છે. ઈશ્વરની સામે પણ યાચના ન કરો. દીન-હીન જીવન ના જીવો. કોઈની શરણાગતિ ન સ્વીકારો. સાધનાની કેડીએ આરોહણ કરીને સિદ્ધિનાં શિખરો સર કરો, આ વાત મહાવીરે આપણને સમજાવી છે. એક સામાન્ય માણસની જેમ જન્મીને સાધના દ્વારા પરમ અવસ્થા એમણે પ્રાપ્ત કરી હતી, અને એ રીતે સૌ કોઈ એ સિદ્ધિ પામી શકે છે. પરિશ્રમનો પુરસ્કાર કરીને માનવીમાત્રની-જીવમાત્રની સ્વાયત્તતાનો આટલો ભવ્ય આદર એમણે કર્યો એ મારે મન એમની સૌથી મોટી વિશેષતા છે. 110 મારી મહાવીર, તારા મહાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org