Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 90
________________ વારંવાર ઊંઘી જાય છે. તેથી જ્યારે જ્યારે મંદિરમાં પગ મૂકે છે ત્યારે ત્યારે ઘંટ વગાડીને ભગવાનને જગાડે છે અને જાણે કહે છે, “હે ભગવાન! મારી આજની હાજરી પૂરી લેજે... ભૂલી ન જતો !' કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન એવો ગંદોગંધાતો છે કે તે માત્ર પાણીથી સાફ નહિ થાય એટલે તેઓ ઘી-દૂધ, પાણી અને પંચામૃત વગેરે દ્વારા તેને નિયમિત નવડાવતા રહે છે ! કેટલાક ભક્તોને વળી એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન તો સાવ નાદાન છે. એને જાત જાતની ચીજો ભેટ આપીને રાજી કરી લેવાશે. એટલે એ સોના-ચાંદીની આંગીઓ – આભૂષણો, હીરા-મોતીના અલંકારો, ચુંદડી - ચોખા, અબીલ-ગુલાલ વગેરેના ઢગલા કરતા રહે છે. કેટલાક ભક્તોને એવો વહેમ હોય છે કે તેમનો ભગવાન બિચારો અંધારામાં અટવાઈ ગયો છે એટલે તેઓ દીવડા કરીને અજવાળું પાથરવા પ્રયત્ન કરતા રહે છે...! - સાચું કહું? ભક્તોની આવી વેવલાઈ જોઈને, ભગવાન પોતે જ દુઃખી થઈ ગયા હશે. પાખંડી ધર્મગુરુઓ ભગવાન વિશે જાતજાતની અફવાઓ ફેલાવે છે અને મૂરખ ભક્તોનું ટોળું ભક્તિના નામે ભવ્યાતિભવ્ય હોબાળો કરીને ધન્ય ધન્ય થઈ જાય છે. સાચો ધર્મ અને સાચો ભગવાન આ ઠાઠમાઠના પ્રદર્શનમાં ક્યાંક ખોવાઈ ગયો છે. ધર્મગુરુઓ ભગવાનના એજન્ટ બની બેઠા છે. જાણે ભગવાન એમના ઈશારે નાચતો ન હોય ! મારા ભગવાન તો આવા “એજન્ટ’ વગરના છે, તમારા ભગવાન કેવા છે ? કોઈ નાસ્તિક માણસ જેટલો હાનિકારક નથી હોતો એટલો, કહેવાતો આસ્તિક માણસ સમાજને હાનિકારક હોય છે. કહેવાતા આસ્તિકોનું ધર્મઝનૂન તો ક્યારેક ભક્તિને નામે હિંસક અને આતંકવાદી બની જતું હોય છે. મંદિરમસ્જિદનો પ્રશ્ન ઊભો કરીને ત્રાસ ફેલાવવામાં કદી કોઈ નાસ્તિકનો હિસ્સો નથી હોતો. નાસ્તિક માણસ કદીય વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારનાં જૂઠાણાં નથી ફેલાવતો. પોતાની સફળતા કે નિષ્ફળતાની જવાબદારીનો ટોપલો તે કર્મ કે ધર્મના માથે ચઢાવીને છટકી જતો નથી. આસ્તિક લોકો મોટે ભાગે ખરાબ પરિણામ માટે ભાગ્યને કે કર્મને જવાબદાર ગણાવીને પોતે બચી જવા મથે દિકરી રાજા ના મારા મહાવીર, તારા મહાવીર 89 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114