Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 108
________________ સુગંધ આપવા માટે ફૂલને દીક્ષા લેવી પડતી નથી નરકનો ભય ન હોત તો આપણે પાપથી દૂર રહેવાનું પસંદ કર્યું હોત ખરું? અને મોક્ષની લાલચ ન હોત તો આપણે આટલી ભક્તિ કરવા પ્રેરાયા હોત ખરા ? સો ટચની નિખાલસતાપૂર્વક આ પ્રશ્નનો ઉત્તર આપણે મેળવવાનો છે. હૈિયા ઉપર થોડી ચચરાટી થાય તો ભલે, પણ આપણી જાતને જરા પણ છેતર્યા વગર આ પ્રશ્નના ઉત્તર વિશે વિચાર કરવાનો છે. આપણી ભક્તિ સહજ ભક્તિ છે ખરી ? જો નરકનો ભય ન હોત તો આપણે સખણા રહ્યા હોત ખરા? જો મોક્ષની લાલચ ન હોત તો આપણે ભક્તિના આટલા ઊભરા ઠાલવ્યા હોત ખરા ? જે ભક્તિ ભયમાંથી પ્રગટેલી હોય અને લાલચની ગોદમાં જ ઊછરેલી હોય એ ભક્તિ કહેવાય ખરી ? ફૂલ સહજ રીતે જ સુગંધ પ્રસરાવે છે. ફૂલને એવો કોઈ ભય નથી કે હું સુગંધ નહિ ફેલાવું તો મારું અધઃપતન થશે. ફૂલને એવી પણ કોઈ લાલચ નથી કે, હું સુગંધ ફેલાવીશ તો મને માંગલ્યની પ્રાપ્તિ થઈ જશે. ફૂલ સહજ રીતે ખીલે છે, સહજ રીતે સુગંધ પ્રસારે છે, સહજ રીતે ખરી પડે છે. સહજતા જ પાસ મહ્મવીર, તાર મહાવીર જબ 107 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114