Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 107
________________ અને વિખવાદો પેદા કરતા રહ્યા. પોતપોતાના પંથ અને પોતપોતાના સંપ્રદાયો ઊભા કરીને મહાવીરનું વિભાજન કરતા રહ્યા. આપણે મહાવીરના માર્ગે ન ચાલી શક્યા એટલે છેવટે આપણે જે માર્ગ ઉપર ચાલતા હતા એ માર્ગને ‘મહાવીરમાર્ગ’ એવું નામ આપીને મન મનાવતા રહ્યા. આજે અનેક મોટાં શહેરોમાં કેટલાક જાહેર માર્ગોને આપણે ‘ભગવાન મહાવી૨માર્ગ' તરીકે નામ આપી દીધું છે. મહાવીર તો પોતાનો માર્ગ પોતે જ કંડારી શકે એટલા સમર્થ હતા, આપણે એમને કેવા છીછરા બનાવી દીધા ! મહાવીરને આપણે પરમાત્મા સમજીને એમનાથી દૂર રહેવાને બદલે, એમને આપણા સ્વજન બનાવીને આપણી સાથે રાખી શકીએ એમાં જ આપણું સૌનું હિત છે. એમના જન્મકલ્યાણકની ઉજવણી પાછળ થતા દંભ અને આડંબર તો કદાચ એમને ખુદને ય પસંદ નહિ જ હોય...! સંપ્રદાયના ભેદભાવ ટાળીને આપણે સૌ એક અને નેક બની જઈએ, તો જ એમનો જન્મકલ્યાણક સાચા અર્થમાં ઊજવ્યો ગણાશે. મહાવીરને દેરાસરમાં પ્રતિષ્ઠિત કરવાને બદલે આપણા દિલમાં પ્રતિષ્ઠિત કરી શકીએ તો જ આપણે તેમના સાચા અનુયાયી બની શકીએ ! મહાવીરનો ઉપદેશ આપણા સૌના જીવનપંથને અને જીવનધર્મને અજવાળી રહો ! 106 માર્ચ મહાવીર, તારા મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114