________________
મહાવીરને તીર્થક્ય નહિ,
આપણા સ્વજન બનાવીએ !
સંસારમાં એક માત્ર સમય જ એવો છે કે જેને આળસ નથી. સમય કદીય થોભતો નથી, વિરામ લેતો નથી, સમાપ્ત થતો નથી. એ સમયના દરવાજે અત્યારે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક પર્વ ટકોરા મારી રહ્યું છે.
જન્મકલ્યાણક એટલે બર્થ ડે.
ભગવાનનો બર્થ ડે આપણા જીવનના વ્યર્થડે ને સાર્થક કરી શકે તો જ પર્વની ઉજવણી લેખે લાગે. જે ઉજવણી લેખ ના લાગે તે ઉજવણી માત્ર પજવણી જ બની રહે.
સૌથી પાયાનો પ્રશ્ન એ છે કે જો આપણે ભગવાન મહાવીરનો બર્થ ડે ન ઊજવીએ તો એથી ભગવાન મહાવીરને કશી ખોટ જાય ખરી ? આપણે શું ભગવાન મહાવીર ઉપર ઉપકાર કરવા માટે એમનો જન્મકલ્યાણક ઊજવીએ છીએ ?
બીજો પ્રશ્ન એ છે કે આપણે જે રીતે ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિન ઊજવીએ છીએ એ રીત ભગવાન મહાવીરને મંજૂર છે જ એની કશી પ્રતીતિ આપણને ખરી ?
. ભગવાન મહાવીરને આપણે પ્રભુ, પરમાત્મા, તીર્થકર કહીને એટલા 1M T મારા મહાવીર, તારા મહાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org