________________
ઊપજ થાય. ઊપજ હોય ત્યાં ઉપદ્રવ થાય... ઢગલો હોય ત્યાં ઝઘડો થાય...! એક ગુરુના બે-પાંચ ચેલાઓ હોય અને ગુરુ અવસાન પામે તો પછી એ ગુરુએ સ્થાપેલા તીર્થનો અધિપતિ કયો ચેલો બને એના ઝઘડા હવે આપણને જોવા મળશે. (અન્ય ધર્મો-સંપ્રદાયોમાં આવા કલહ જોવા મળે જ છે.) - ભક્તિ કરવા માટે સત્કર્મ જરૂરી છે. સત્કર્મની વ્યાખ્યા દંભી ગુરુઓ પાસેથી શીખવાની જરૂર નથી. તીર્થંકર-પદ પામવા માટે પણ દેરાસર બનાવવું જરૂરી નથી ! મહાવીરના માર્ગે ચાલીને મહાવીર બની શકાય. પાખંડીના માર્ગે ચાલીને પાખંડી બની શકાય. મહાવીરને કદીય કોઈ શ્રીમંત ભક્તોની કદમબોસી કરવી પડી નહોતી. આજના પાખંડીઓને શ્રીમંત ભક્તો વગર જરાય ચાલતું કેમ નથી ?
આજકાલ તીર્થોનો અતિરેક થઈ રહ્યો છે. ભગવાનનાં મંદિરોની જેમ ગુરુજીનાં મંદિરો બનાવાય છે ! વ્યક્તિપૂજાએ મર્યાદા વટાવી છે. છીછરો અહોભાવ ગંધાઈ રહ્યો છે. સાધુ-મહારાજની આ સ્પર્ધામાં શ્રાવકોના કરોડો રૂપિયા ખર્ચાય છે. આવા કરોડો રૂપિયા ખર્ચીને સાત્ત્વિક સત્કાર્યો ઘણાં થઈ શકે. પાઠશાળા, સાધર્મિક ભક્તિ, સાધર્મિકને રોજી-રોટીની વ્યવસ્થા (નોકરી) વગેરે અનિવાર્ય બાબતો તરફ વિશેષ લક્ષ્ય આપી શકાય. અલબત્ત એવાં કાર્યો અત્યારે પણ થાય જ છે, પરંતુ એનું પ્રમાણ ઓછું છે. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે સંયમના માર્ગે ચાલેલા ધર્માત્માઓ જો વારંવાર મલ્ટીકલર કંકોત્રીઓ છપાવવાનો મોહ છોડે, તો એટલી જ રકમમાંથી દર વર્ષે હજારો જૈનોને માટે વ્યવસાયલક્ષી નક્કર આયોજનો થઈ શકે.
એક વાત પ્રેક્ટિકલી વિચારવાની જરૂર છે : તીર્થો અને દેરાસરો માણસ માટે છે, માણસો તીર્થ-દેરાસર માટે ના હોઈ શકે. સંસારમાં એક પણ માણસ ન રહ્યો હોય તેવા વખતે મંદિરો-દેરાસરો કોના માટે હશે ? આલંબન રૂપે મૂર્તિ અને મંદિર અમુક હદે જરૂરી હશે, પણ એનો અતિરેક કોઈપણ પ્રાજ્ઞ પુરુષને કઈ રીતે ઉચિત લાગશે ?
આપણે પરમાત્માની શોધમાં નીકળ્યા હતા અને પ્રતિમા મેળવીને મન 98 મીટા કાવીર, તારા સિહાબીર કાનુગા બાપા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org