Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 88
________________ પાછળ ન આવશો, કદાચ હું તમને સાચી દિશામાં નહિ દોરું. તમે મારી સાથે સાથે ચાલજો. આપણી યાત્રા સહયાત્રા બની રહે, વિચારયાત્રા બની રહે તેમ થવું જોઈએ. ‘આપણો સંગાથ’ વિચારમય અને ખુલ્લા મનનો હોય એ જ બહેતર ગણાય. એક વાત વારંવાર કહેવાની લાલચ હું રોકી શકતો નથી. આડંબર અને પાખંડ ગમે તેટલા ભવ્યાતિભવ્ય હોય તોય એ ધર્મ નથી અને ધર્મ ગમે તેટલો સાદગીપૂર્ણ, શાંત અને સૌમ્ય હોય તોય એનો પ્રભાવ ઓછો હોતો નથી. સાચી વાત તો એ છે કે ધર્મ સદાય સાદગીપૂર્ણ જ હોય. એક ભવ્યાતિભવ્ય વરઘોડો કેટલાનો પડે ? કોઈ વરઘોડા-પ્રભાવક મહારાજશ્રીને પૂછવું પડે. એ વરઘોડાના ખર્ચ જેટલી બે નંબરની કમાણી કરવા કેટલું પાપ કરવું પડે ? કોઈ નિખાલસ, શ્રીમંત શ્રાવકને પૂછવું પડે. એ કમાણી માટે કરેલું પાપ કોના માથે ? આગમ ગ્રંથોમાં શોધવું પડે. ચંપા શ્રાવિકાના વરઘોડાનો કહેવાતો પ્રભાવ અપવાદ ગણીએ તો ત્યારપછીના લાખો વરઘોડાઓનો શો પ્રભાવ પડ્યો ? કેટલા લોકો ધર્મબોધ પામ્યા ? જેનું પરિણામ ૦૦.૦૦૦૦૦૧ આવવાની માત્ર સંભાવના હોય તેના માટે ૧,૦૦,૦૦૦.૦૦ રૂપિયા વેડફવાનું શાણા શ્રાવકોને કેમ પોસાય ? અને પાછું તેય ભગવાન મહાવીરના નામે ? Jain Educationa International મારા મહર, તારા માટ For Personal and Private Use Only 87 000000000 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114