________________
એક ભવ્યાતિભવ્ય વરઘોડો
ટલામાં પડે ?
જૈનશાસનને જયવંતુ અને ગૌરવવંતુ રાખવાની જવાબદારી માત્ર જૈન સાધુઓના માથે ન મૂકી શકાય. જૈનશાસનને જયવંતુ રાખવા માટે વિચારવંતા શ્રાવકોની સક્રિયતાની અપેક્ષા રહે છે. વિચારથી વેગળા રહેવાનું સાચા વણિકને કેમ પાલવે ?
- સાચો સાધુ અને સાચો શ્રાવક એને જ કહેવાય, જે મહાવીરને વફાદાર હોય. માત્ર પોતાના ગચ્છ-ફિરકા કે સમુદાયને જ વફાદાર હોય તેવો સાધુ તો કદાચ મહાવીરને પણ નહિ જ ખપે. મહાવીર કયા ફિરકાના હતા ? મહાવીર દિગંબર હતા ? મહાવીર શ્વેતાંબર હતા ? મહાવીર સ્થાનકવાસી હતા ? મહાવીર તેરાપંથી હતા ? શું આવો ફિરકાભેદ મહાવીરે પેદા કર્યો હતો ? ના, ના, અને ના. આ ફિરકાભેદ તો મહાવીરના નિર્વાણ પછી વિચારહીન, સ્વાર્થી અને મમત્વી માણસોએ જ ઊભા કર્યા છે. પોતે સાચા છે અને બીજા સૌ ખોટા છે એવા જડ આગ્રહમાંથી જ આ ભેદભાવો પેદા થયેલા છે. જૈનશાસનનો સૌથી ઉત્તમ અને સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધાંત જો કોઈ હોય તો તે અનેકાન્ત છે. અનેકાન્તનો આટલો ગહન અને વ્યાપક આદર જગતના અન્ય કોઈ ધર્મમાં થયેલો જોવા મળતો નથી. દુર્ભાગ્યની વાત એ છે કે કેટલાક
ના કાન જ
મારા મહાવીર, તા. મહાવીર જ85
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org