________________
૨૧
મહાવીરની નવી આજ્ઞા જૈન જોબ બ્યૂરો
લૉર્ડ મહાવીર મને રાત્રે સ્વપ્નમાં મળ્યા. મેં પૂછ્યું, ‘પ્રભુ, આપ સ્વયં ?’
‘હા ! અને સાંભળ... ! હું એકલો નથી આવ્યો. મારી પૂર્વેના ત્રેવીસ તીર્થંકરો પણ મારી સાથે છે...!'
‘પ્રભુ, આપ ચોવીસે તીર્થંક૨ મારા જેવા નાદાન અને નાસ્તિક માણસને મળવા આવ્યા ? કોઈ પ્રયોજન ?’ મેં પૂછ્યું.
‘પ્રયોજન તો છે જ...! કેટલાક દંભી-પાખંડી ગુરુ ઘણી વખત એવી વાતો કરે છે કે મને ફલાણા લૉર્ડ સ્વપ્નામાં આવ્યા હતા અને તેમણે જિનાલય બનાવવાની પ્રેરણા આપી હતી... ટુ બી વૅરી ફ્રેન્ક... અમે કોઈને સ્વપ્નામાં મળવા જતા નથી અને અમારા માટે જિનાલયો બનાવવાની પ્રેરણા આપતા નથી’
‘ઓ.કે...... પ્રભુ ! આમે ય હું તો પાખંડીઓનાં એવાં જૂઠાણાં કદીય માનતો જ નથી.’
વચ્ચે બોલ બોલ ન કર ! ધ્યાનથી સાંભળ મારી વાત...'
‘સૉરી, પ્રભુ ! બોલો..’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org