________________
ભગવાન મહાવીરનો અનુયાયી અંધશ્રદ્ધાવાળો ન હોય. ખુદ મહાવીરે જ કહ્યું છે કે ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, શુભ અને અશુભનો વિવેક બુદ્ધિ વડે કરવો જોઈએ. માત્ર શ્રદ્ધા ક્યારેક અવળા રસ્તે દોરી જાય છે. બુદ્ધિ એટલે કે પ્રજ્ઞાસભર શ્રદ્ધા જ માનવીને તારે છે. ભગવાન મહાવીરનો અનુયાયી વર્ગ ગાડરિયો પ્રવાહ ન બનવો જોઈએ. શાસ્ત્ર દ્વારા સત્યને જાણવાનું હોય છે. સત્યની ઉપેક્ષા કરીને સત્યને કોઈ પામી શકે નહિ. સત્ય શાસ્ત્રનું ઓશિયાળું નથી એટલે ભગવાન મહાવીરનો કોઈ અનુયાયી શાસ્ત્રનો ઓશિયાળો ન હોવો જોઈએ.
- મારા મહાવીર, તાસ મહાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org