________________
૨૦
મહાવીર વૈજ્ઞાનિક અભિગમવાળા
મહાસાધક હતા !
સમય ઘડિયાળનો ઓશિયાળો નથી. ઘડિયાળ તો યંત્ર છે, તે આગળ કે પાછળ થઈ જઈ શકે છે. સમયની ગતિ એકસરખી જ રહે છે.
સત્ય પણ શાસ્ત્રનું ઓશિયાળું નથી. શાસ્ત્રની રચનામાં કદાચ કોઈ ગે૨સમજ, પૂર્વગ્રહ કે તત્કાલીન અર્થ પૂરતું સત્ય હોઈ શકે છે, પણ પૂર્ણ સત્ય કાલાતીત છે. શાસ્ત્રાતીત છે.
Jain Educationa International
ભગવાન મહાવીર સત્યના ઉપાસક હતા. અનેકાન્ત દ્વારા સત્ય સુધી તેઓ પહોંચ્યા હતા. તેમણે જગતના કલ્યાણ માટે પોતાના આયુષ્યની પળેપળ ખરચી. તેમની સાધના અપ્રમાદની હતી, તેમનો ધર્મ જીવદયા અને કરુણાનો હતો, તેમનો મંત્ર નિર્મોહી અને નિગ્રંથ થવાનો હતો.
ભગવાન મહાવી૨ સમતોલ વિચારના સાધક હતા. કોઈ પણ વાતને આત્યંતિક રૂપે સ્વીકારવાથી સત્ય બહાર રહી જાયછે, એમ તેઓ માનતા હતા. એક વખત તેમના શિષ્ય ગણધર ગૌતમે સવિનય પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! દેહને અતિશય કષ્ટ આપવું એ શું ધર્મ છે ?’
ભગવાન મહાવીરે કહ્યું, ‘રોગનો ઉપાય દવા છે. મીઠી દવાથી વ્યાધિ મટતો હોય તો કડવી દવા આવશ્યક નથી. સ્નિગ્ધ પકવાન્ત દેહને પોષે છે,
માત્ર મીર, તારા મહાબીર
For Personal and Private Use Only
www.jainelibrary.org