________________
એ તો તંદુરસ્ત અને સક્રિય મસ્તિષ્કની ઓળખ છે. પરંતુ માત્ર મસ્તિષ્ક વડે જ નથી જીવવાનું.
આપણને એક હૃદય પણ મળ્યું છે... સંવેદનશીલ હૈયું પણ મળ્યું છે. જ્યાં તમામ મતભેદો અને વિચારભેદો શાંત પડી જાય છે.
જેવી રીતે વિચારભેદ અને મતભેદ એ તંદુરસ્ત મસ્તિષ્કની ઓળખ છે એવી જ રીતે વિરોધી વિચારની વ્યક્તિ પ્રત્યે પણ સો ટચનો નિર્મળ ભાવ ટકાવી રાખવો એ તંદુરસ્ત હૃદયની ઓળખ છે.
આજના જૈનો પાસે સ્વતંત્ર મસ્તિષ્ક નથી એટલે સ્વતંત્ર વિચાર નથી. કહેવાતા ધર્મગુરુના ઉછીના વિચારો અને ઉધાર મતભેદોનું આજના જૈનો વહન કરે છે. એ જ રીતે એમની પાસે તંદુરસ્ત હૃદય પણ નથી. ભાવનાત્મક એકતા જેને ના ખપતી હોય એવો માણસ ન તો જૈન હોય અને ન તો ભગવાન મહાવીરનો અનુયાયી હોય.
ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિને તમામ જૈનો, સાધુઓને બાજુએ મૂકીને એક થઈ જાય તો જ એ સાચા મહાવીરભક્તો કહેવાય. સાધુઓને આપણે સ્પષ્ટ કહી દેવું છે કે, વૈમનસ્ય પેદા થાય તેવા તમારા સડેલા વિચારો અમને ના આપો. અમારે તો ભગવાન મહાવીરની ભક્તિરૂપે એકતાનું દિવ્ય ગાન સાંભળવું છે અને ગાવું છે.
16
મારા મહાવીર, તાસ મહાવીરાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org