________________
મહાવીર વિશે કાંઈ પણ કહેવાની મારી અપાત્રતા હું જાણું છું. છતાં મારી એ અપાત્રતા મહાવીરને ચાહવામાં મને ક્યારેય, ક્યાંય નડતરરૂપ થતી નથી ! મહાવીરને ચાહવાનો મને જિજ્ઞાસાસિદ્ધ અધિકાર છે. હું મહાવીરને એટલા માટે ચાહું છું કે તેમના હૃદયમાં જગતના તમામ જીવો પ્રત્યે નર્યો અને નીતર્યો મૈત્રીભાવ હતો. તેઓ સ્વયં મૈત્રીના સ્રોત સમાન હતા. મહાવીરે ક્યારેય કોઈને એમ નથી કહ્યું કે તું મારા શરણે આવી જા. એમણે તો સૌને એમ જ કહ્યું કે તું તારો દીવડો થા !
મહાવીર અને મોહન (કૃષ્ણ)ના જીવનની ઘટનાઓનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો ઠેર ઠેર સમાનતા જોવા મળે છે. મોહન હિન્દુઓના આરાધ્ય છે અને મહાવીર જૈનોના આરાધ્ય છે. મોહન નટખટ, રસિક અને કર્મવીર છે જ્યારે મહાવીર સહજ, સૌમ્ય, ત્યાગમૂર્તિ અને ધર્મવીર સાધક છે. આ દૃષ્ટિએ બંનેની જીવનશૈલી અલગ જ હોય. છતાં તે બંનેના જીવનની કેટલીક ઘટનાઓમાં જોવા મળતી અચરજપ્રેરક સમાનતાઓ આપણી જિજ્ઞાસાને સળી કરતી રહે છે.
મહાવીર અને મોહનના જીવનની ઘટનાઓની સમાનતાઓ અંગે વિચાર કરીએ તે પહેલાં, તે બંનેના જીવનની એક અસમાનતાનો ઉલ્લેખ કરી લઈએ. કૃષ્ણ પોતાના ભક્તને કહે છે કે તું મારા શરણે આવી જા. ‘સર્વધર્માન્જરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ” અર્થાત્ સઘળા ધર્મોનો ત્યાગ કરી દઈને તું મારા શરણમાં આવી જા. હું તને તમામ પાપોથી મુક્ત કરી દઈશ. જ્યારે મહાવીર કોઈને પોતાના શરણમાં બોલાવતા નથી. એ કહે છે કે, “અપ્પો દીવો ભવ.'તું તારો દીવડો થા અને સ્વયં પ્રકાશ પામ. આ વિધાનમાં મૈત્રીની સુગંધ છે. બીજાના અસ્તિત્વનો આટલો બધો આદર કદાચ મહાવીર જ કરી શકે. બીજાને પોતાના શરણે લાવીને પોતાની મહત્તા દર્શાવે તો એ મહાવીર નહિ !
હવે આપણે એ વિચારીએ કે મહાવીર અને મોહનની કઈ કઈ જીવનઘટનાઓમાં સામ્ય જોવા મળે છે.
મોહન (કૃષ્ણ)નો જન્મ જેલમાં થાય છે. કંસ તેનો વધ ન કરી નાખે તે માટે તેને યશોદાના ઘેર મોકલી દેવામાં આવે છે અને ત્યાં જ તેનો ઉછેર થાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org