Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 73
________________ છે. મોહનને જન્મ આપનાર માતા દેવકી છે તો તેની પાલક માતા યશોદા છે. તેને બે બે માતાઓ છે. તો મહાવીરને પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મહાવીર સૌ પ્રથમ તો દેવાનંદા નામની એક બ્રાહ્મણ સ્ત્રીની કૂખે ગર્ભરૂપે આવ્યા હતા. પરંતુ તીર્થકરોને જન્મ આપવાનો હક માત્ર ક્ષત્રિયાણીને જ હોય... તેથી અંતે દેવાનંદાની કૂખમાં રહેલા ગર્ભને ત્રિશલાદેવીના ગર્ભમાં મોકલી આપવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારના ઑપરેશન વગર આ રીતે ગર્ભને ટ્રાન્સફર કરી દેવાનું શક્ય ખરું? નવી પેઢી તો કદાચ એમ પણ પૂછે કે, જો આ રીતે ગર્ભને ટ્રાન્સફર કરવાનું સામર્થ્ય હતું તો, શરૂથી જ મહાવીરને ગર્ભને દેવાનંદાની કૂખે જવા જ કેમ દીધો? પહેલાં ગંભીર ભૂલ કરવી અને પછી તદન અશક્ય લાગે એ રીતે ભૂલને સુધારી નાખવી... આવી વાતો ચમત્કારના રવાડે ચડેલી ભોળી પ્રજાને ગમે, પણ મહાવીરના સાચા આશિકને તો આવી વાતો વાહિયાત, તર્કહીન જ લાગે ને ! શ્રી કૃષ્ણ જન્મ પછી બંદીવાન માતા-પિતાને બંધનમુક્ત કરીને સુખ આપ્યું હતું. તો મહાવીરે જન્મ પહેલાં જ ગર્ભાવસ્થા દરમ્યાન જ અભિગ્રહ કર્યો હતો કે માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી સંયમના માર્ગે જઈને હું તેમની લાગણીને આઘાત નહિ આપું. માતાના ગર્ભમાં રહેલા પ્રભુ મહાવીર વિચાર કરે છે કે જો હું હલન-ચલન કરીશ તો માતાને પીડા થશે. એટલે તે સ્થિર થઈને રહે છે. જરાપણ હલન-ચલન કરતા નથી. ત્રિશલા માતાને વહેમ પડે છે કે શું મારો ગર્ભ જીવિત તો હશે ને ? કાંઈ અમંગળ તો નહિ થયું હોય ને? મહાવીર ગર્ભાવસ્થામાં આ જાણી જાય છે અને વિચારે છે કે જે માતાએ હજી મને જન્મ આપ્યો નથી... જેણે હજી મારું મોં પણ જોયું નથી. એ માતા મારા વિશેની અમંગળ કલ્પના કરીને આટલો બધો વિલાપ કરે છે તે માતાને છોડીને હું સાધનાના કઠોર માર્ગે જઈશ તો તેને કેવો આઘાત લાગશે ! આમ વિચારીને, માતા-પિતાને આઘાતથી બચાવવા તથા માતા-પિતાના સુખનો આદર કરીને પોતે અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી માતા-પિતા હયાત હશે ત્યાં સુધી પોતે પ્રવજ્યાના પંથે પગ નહિ માંડે. મોહન જન્મ પછી માતા-પિતાને બેડીમુક્ત કરીને સુખી કરે છે, મહાવીર જન્મ પહેલાંથી જ માતા-પિતાના સુખ માટે અભિગ્રહ કરે છે. 12 મારા મહ્મવીર, તારા મહાવીરના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114