________________
ત્યારે તો આપ શાંત રહ્યા અને હવે હું જ્યારે ક્ષમા માગું છું ત્યારે આપની આંખોમાં આંસુ છલકાયાં ?’
મહાવીરે જવાબ આપ્યો, ‘સંગમ ! તેં મને કષ્ટ આપ્યાં એની તો મને કોઈ જ પીડા નથી, પણ મને કષ્ટ આપવાને કારણે તને પાપ લાગ્યું. મારા તપને તોડવાના નિમિત્તે તારે હવે પાપની સજા ભોગવવી પડશે એ વિચારને કારણે મારી આંખમાં આંસુ આવી ગયાં !'
કેવી કરુણામય વાત ! પોતાનું અહિત કરનાર પ્રત્યે પણ આટલી કરુણા પ્રગટે તો જ અહિંસા સાકાર બને !
હિંસાની ટોચ ઉપર બેઠેલા આજના માનવીને કદાચ અહિંસા અને કરુણા જેવાં સંવેદનો સ્પર્શતાં પણ ના હોય. તો પણ એક વાત નક્કી છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય તોપણ નાનકડી જ્યોત સામે એ ધ્રૂજી ઊઠે છે. હિંસા ગમે તેટલી વ્યાપક હોય તો પણ એણે અહિંસા સામે ઝૂકવું જ પડે છે !
ભગવાન મહાવીરે અહિંસાનો ઉપદેશ માત્ર ચાર શબ્દોમાં જ આપ્યો છે : ‘જીવો અને જીવવા દો.’ જગતના તમામ ધર્મોનો સરવાળો આ ચાર શબ્દોમાં સમાયેલો છે. એ તો અહિંસાનો મંત્ર છે.
મહાવીરે સૌને એક વાત સરળ ભાષામાં સમજાવી કે, ‘જેવી રીતે આપણને મૃત્યુ પસંદ નથી, તેવી રીતે તમામ જીવોને મૃત્યુ પસંદ નથી. જેમ તને પીડા કે અપમાન પસંદ નથી, તેમ જગતના સઘળા જીવોને પણ અપમાન અને પીડા પસંદ નથી. જે વાત આપણા માટે અનુકૂળ નથી તે સૌ કોઈ માટે અનુકૂળ નથી. માટે આપણને પસંદ ના હોય તેવી પરિસ્થિતિ કોઈ પણ જીવ માટે પેદા ન કરવી જોઈએ. કોઈપણ જીવને પીડા આપવી, તેનું શોષણ કરવું, તેના દિલને દુભવવું, વિશ્વાસઘાત કરવો એ તમામ હિંસાના જ વિવિધ પ્રકારો છે.
અગ્નિને અગ્નિ વડે બુઝાવી શકાતો નથી,
લોહીના ડાઘને લોહી વડે ધોઈ શકાતા નથી.
એ જ રીતે વૈરનો ઉપાય વૈર નથી. વૈરનો ઉપાય વહાલ છે. વૈરીને પણ વહાલ કરવાનું શરૂ કરવામાં આવે તો વૈરભાવ ટકી શકે ખરો ?
ભગવાન મહાવીરે અહિંસાનો અર્થવિસ્તાર કરતાં એમ પણ કહ્યું કે કઠોર
መላ ዘመን ዝብ በእር
65
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org