Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 68
________________ માણસ બુદ્ધિશાળી પ્રાણી તો છે, પરંતુ શું તે સર્વશ્રેષ્ઠ પ્રાણી છે ? અહિંસામાં શ્રદ્ધા હોવી એ આપણું માણસપણાનું સર્ટિફિકેટ છે. અહિંસા એ કોઈ ધર્મનો ઓશિયાળો સિદ્ધાંત ન હોઈ શકે. જે માણસને અહિંસામાં શ્રદ્ધા ન હોય તેને પોતાના જીવનને બરબાદ કરવાનો પતનસિદ્ધ અધિકાર છે. અહિંસાનો આપણે અનાદર કરીએ તો એમાં આપણા ધર્મનું અપમાન છે. એ કેવો ધર્મ કે જેના અનુયાયી હિંસા આચરવા માટે મુક્ત હોય ? એ કેવો ધર્મગ્રંથ કે જે માણસના દિલમાં અહિંસાનાં શાશ્વત ઓજસ ન પાથરી શકે ? એ કેવા ધર્મગુરુ કે જે પોતાના અનુયાયીઓને અહિંસા તરફ અભિમુખ ન કરી શકતા હોય ? અહિંસા અને જીવદયા એ બે સગી બહેનો છે. જીવદયાની શરૂઆત પોતાના ઉપરની દયાથી થતી હોય છે. મારે જીવવું છે, મારે જીવવાની ગરજ છે તો મને અન્ય કોઈ જીવની હિંસા કરવાનો અધિકાર ન હોઈ શકે. “જીવો અને જીવવા દો એ સિદ્ધાંતમાં થોડુંક પરિવર્તન કરીને કહેવું જોઈએ કે, જિવાડો અને જીવો.” અન્ય જીવોને જિવાડ્યા વગર આપણા જીવનની સલામતી નથી, આ સત્ય સમજવામાં એક પળનો પણ વિલંબ થાય તે હવે આપણને પરવડે તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114