________________
આપણે મહાવીરના પૂજારી છીએ,
મહાવીર અહિંસાના પૂજારી હતા
જગતમાં સૌથી મોટી તાકાત કોની તલવારની? તમંચાની ? કે પછી તોપની ?
અરે, ભાઈ ! સૌથી મોટી તાકાત તો પ્રેમની અને અહિંસાની જ હોય ! એક કવિએ પણ કહ્યું છે કે –
જેણે મચક ના આપી તલવારની અણીને,
એ દિલ થયું નિછાવર પ્રેમાળ લાગણીને !” તલવાર વડે બહુ બહુ તો શત્રુની હિંસા કરી શકાય, પણ પ્રેમ વડે તો શત્રુને મિત્ર બનાવી શકાય ! તલવાર શત્રુનો નાશ કરે છે, જ્યારે પ્રેમ શત્રુતાનો નાશ કરે છે. શત્રુને મિત્ર બનાવનાર પ્રેમ અને અહિંસાની તાકાત જગતની સૌથી મોટી તાકાત છે.
જૈનધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર એટલે અહિંસાનું મૂર્તિમંત સ્વરૂપ !
ભગવાન મહાવીર એટલે અહિંસા અને અહિંસા એટલે ભગવાન મહાવીર. આપણે મહાવીરના પૂજારી છીએ, મહાવીર અહિંસાના પૂજારી હતા.
લગભગ અઢી હજાર વર્ષ પહેલાં આ ધરતી ઉપર એક પુષ્પ ખીલ્યું હતું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org