________________
કરવાનો રહે !
ત્યાગ શબ્દ બહુ મોટો છે. કશુંક પણ ત્યાગવું હોય તો એ પહેલાં મેળવવું જરૂરી બને છે. મેળવવાનો પ્રયત્ન નથી ત્યાગવાનો, પણ મેળવેલી ધૂળ સામગ્રી બહુજનહિતાય ત્યાગવાની હોય છે. જેનામાં મેળવવાનું સામર્થ્ય નથી એનો ત્યાગ તો માત્ર પ્રપંચ જ કહેવાય. મેળવ્યા વિના ત્યાગશો શું? જાહેરમાં વરઘોડા કાઢીને “ત્યાગ” કરતો માણસ પછી ખાનગીમાં ઘણું બધું ભેગું કરી લેવા અધીરો થઈ ઊઠે છે. આટલો ભ્રષ્ટાચાર તો રાજકારણમાં ય જોવા નથી મળતો !
એક વખત ભગવાન મહાવીર પાસે બેઠેલા તેમના શિષ્ય ગૌતમે દૂરથી જતા એક દરિદ્ર માણસ તરફ સંકેત કરીને કહ્યું, “પ્રભુ ! પેલો માણસ કેવો અપરિગ્રહી છે ! તેની પાસે કોઈ જ ભૌતિક સામગ્રી નથી. સુખ-સાહ્યબીની વાત તો ઠીક, તેની પાસે પ્રાથમિક આવશ્યકતાઓ પૂરતું પણ કશું જ નથી. ગજબનો અપરિગ્રહ કેળવ્યો છે તેણે !”
ભગવાન મહાવીરે પૂછ્યું, “ગૌતમ ! એ દરિદ્ર માનવીના હાથ તો ખાલી છે, પણ શું એનું મન પણ ખાલી છે ખરું ?'
ના પ્રભુ ! એના મનમાં તો ઘણુંબધું હોવાની સંભાવના છે.”
તો પછી એ પરિગ્રહી નથી. ત્રણ વાતો યાદ રાખોઃ જેની પાસે કોઈ જ સામગ્રી નથી પણ તેને મેળવવાની મૂર્છા કે આસક્તિ છે તે માણસ પરિગ્રહપ્રિય દરિદ્ર છે. જેની પાસે આવશ્યકતા જેટલી સામગ્રી છે પણ તે માટેની આસક્તિ નથી તે સંયમી છે, અને જેની પાસે કોઈ પ્રકારની સામગ્રી તો નથી જ અને તે સામગ્રી માટેની મૂર્છા કે આસક્તિ પણ નથી, એ જ સાચો અપરિગ્રહી છે.'
ભગવાન મહાવીરના સમ્યફ દર્શનને સમજવા માટે સમ્યફ આત્મસૂઝ કેળવવી જરૂરી બને છે.
એક વખત ગૌતમે તેમને પૂછ્યું, “પ્રભુ ! શરીરને કષ્ટ આપવું કે તેને સંતાપવું તે ધર્મ છે?”
“એવું કહી શકાય નહીં કે તે ધર્મ છે.” “તો શું તે અધર્મ છે ?'
આ " મા મહાવીર, તારકમહાવીર મ ાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org