________________
માત્ર ભાષણો કરવા થનગની ઊઠીએ કે પછી માત્ર વરઘોડા કાઢીને જ ઇતિશ્રી સમજી લઈએ તો એમાં મહાવીરનું કશું ગૌરવ થતું નથી.
સાચી વાત તો એ છે કે આ ધન્ય દિવસે આપણા જીવનમાં સાત્વિક પરિવર્તન આવવું જોઈએ.
શત્રુ પ્રત્યે સ્નેહ દાખવવાની વાત તો ઘણી દૂરની છે. આપણે તો સ્વજનો પ્રત્યે પણ દ્વેષ ધરાવીએ છીએ ! મિત્ર માટે પણ સ્વાર્થનાં પલાખા દાખવીએ છીએ ત્યાં નિખાલસ અને વિશુદ્ધ સંબંધની વાત ક્યાંથી થઈ શકે ?
ભગવાન મહાવીરનો સાચો અનુયાયી વરઘોડામાં બરાડા પાડીને નારા લગાવવા કરતાં પોતાના ભીતરના દોષોને દૂર કરવાનું જ પસંદ કરે.
મનની દુવૃત્તિઓ અને લાલસાઓ અને વાસનાઓને ઢાંકવાના દંભ માટેનું આ કોઈ લૌકિક પર્વ નથી.
જૈન એટલે ઈન્દ્રિયો ઉપર વિજય મેળવનાર. જૈન એટલે તીર્થકરની આજ્ઞાનું પાલન કરનાર.
ભગવાન મહાવીર માટે એક ઉત્તમ અને ઉચિત વિશેષણ પ્રયોજાયું : નિગ્રંથ મહાવીર.
ગ્રંથિ એટલે ગાંઠ.
જેના મનમાંથી રાગ-દ્વેષ, મોહ-માયા, આસક્તિ, વગેરેની ગાંઠો છૂટી જાય તેને નિગ્રંથ કહેવાય.
એવા નિગ્રંથ મહાવીરના જન્મકલ્યાણક દિન નિમિત્તે આપણે સૌ નિગ્રંથ બનીને આત્મશ્રેયના સાધક બની રહીએ.
હા પાન ખાવા
મારા મહાવીર, તાસ મહાવીર પ
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org