Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ ‘એમ પણ નહિ કહી શકાય કે તે અધર્મ છે.’ ‘તો પછી એને શું સમજવું ?' ‘હે ગૌતમ ! કોઈ બીમાર માણસ કડવી દવા પીએ તો તે અનિષ્ટ કરે છે એમ કહેવાય ખરું ?' ‘ના.’ ‘તો કોઈ રોગી માણસ મિષ્ટાન્ન જમે એને ઇષ્ટ કહેવાય ખરું ?' ‘ના, પ્રભુ !' બસ, એ જ રીતે શરીરને કષ્ટ આપવું કે ન આપવું તે મહત્ત્વનું નથી, પણ તેમાં સાધનાની કેટલી ઊંડાઈ છે તે મહત્ત્વની વાત છે !’ ભગવાન મહાવીરની ભક્તિ કરવાનો અધિકાર એને જ મળી શકે છે, જે એમની વાણીનું સમ્યક્ આચરણ કરવાની તત્પરતા ધરાવતો હોય ! મારા મહાવીર, તાસ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114