Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ નથી આવતી. આપણે એવા મહાવીર-ભ્રષ્ટ લોકોથી બચવું જરૂરી છે. વોટ ડયુ થીંક ? આપણે અવાર-નવાર જાહેર કાર્યક્રમો વખતે સંઘ-જમણ કે સાધર્મિક ભક્તિ કરીએ છીએ. તે સારી વાત છે. પણ આજે “સાધર્મિક આજીવિકા ભક્તિ' જરૂરી છે. પછાત કોમના લોકો માટે તો સરકાર અનામત નોકરીઓ રાખે છે. સવર્ણો માટેની જગાઓ સતત ઘટતી જાય છે. ઊંચી-શૈક્ષણિક લાયકાતનાં ફરફરિયાં લઈને નોકરી માટે વલખાં મારતા જૈનોને નોકરી આપવાની નિષ્ઠા દાખવો. મહાવીરના જન્મોત્સવ નિમિત્તે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આ એક વર્ષ દરમ્યાન એક પણ જૈન યુવક-યુવતી નોકરી વ્યવસાય વગર નહિ રહે. કાં તો નોકરી આપીએ, કાં તો વ્યવસાય માટે મદદ આપીએ. શ્રાવકને શરમિંદગીવાળી જિંદગી ન જીવવી પડે તે માટે તેને પગભર બનાવીએ. ઓ.કે. ? બીજી વાત છે ઠેર ઠેર યોગ્ય પાઠશાળાઓ સ્થાપવાની. પાઠશાળાના શિક્ષકોને યુનિવર્સિટી કક્ષાનાં વેતન આપવાં જોઈએ અને ત્યાં અભ્યાસ માટે વિદ્યાર્થીને ઉત્તમોત્તમ તકો મળવી જોઈએ. આજે આપણી કેટલીક પાઠશાળાઓની કબ્રસ્તાની હાલત જોઈને રંજ થાય છે. ત્યાંના શિક્ષકને માંડ પાંચસો રૂપિયા મળતા હોય છે અને માંડ પાંચ-પંદર છોકરાં ભણવા આવે છે ! પાઠશાળાઓ કેમ સૂની પડી છે? તજજ્ઞ દ્વારા તેનો અભ્યાસ અને ઉકેલ થાય તો સાચી દિશા જરૂર મળે. એમ આઈ રાઈટ? તીર્થ અને તિથિના વિવાદો કરતાં મહાવીરના સિદ્ધાંતો વધુ મહત્ત્વના છે. આ વર્ષે થોડાક ક્રાન્તિકારી નિર્ણયો પણ લેવા જોઈએ. જેમ કે : (૧) બાળદીક્ષા નાબૂદીઃ જે વ્યક્તિ દીક્ષા લેવા માગતી હોય તે સ્નાતક સુધી ભણેલી હોવી જ જોઈએ. આ લાયકાત નક્કી થાય તો દીક્ષાર્થીની શારીરિક અને માનસિક બંને યોગ્યતા પક્વ થઈ જાય. તે પોતાની સમજણ અને મરજીથી દીક્ષા લેશે. ભગવાન મહાવીરે પણ પુખ્તવય પછી જ સંસારત્યાગ કર્યો હતો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114