Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ ભગવાન મહાવીરના ૨૬00મા જન્મોત્સવને આપણે દંભોત્સવ બનાવી દઈએ તો એમાં મહાવીરનો શો વાંક? આજ સુધી ખૂબ ઠઠારા કર્યા... હવે કાંઈક સાચું અને સાત્વિક કરીએ. મહાવીર રાજી થાય એવું કાંઈક કરીએ. મહાવીરને દંભ અપ્રિય હતો અને સત્ય પ્રિય હતું એ વાત ધ્યાનમાં રાખીને લેટઅસ થીંક... સૌ પ્રથમ તો મહાવીર જન્મોત્સવની ઉજવણી સમિતિમાં જે મહાનુભાવોની પસંદગી થઈ હોય તે તમામ મહાવીર-પ્રેમીઓએ પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારવું. દર મહિને પચાસ હજારથી વધુ જે કાંઈ આવક થાય એટલે કે વાર્ષિક રૂ. છ લાખથી વધુ) તે બધી જ આવક સ્વૈચ્છિક રીતે દાનમાં આપી દેવી. પાંચથી સાત વ્યક્તિઓનો પરિવાર સામાન્ય મોજ-મસ્તીથી જીવે તો મહિને વધુમાં વધુ પચાસ હજારનો ખર્ચ આવે. એટલું ભલે પોતે રાખે. બાકીની ઇન્કમનો પરિગ્રહ છોડે. આવું કરવા તૈયાર ન થનાર વ્યક્તિ મહાવીરનો ભક્ત કે અનુયાયી ન જ હોઈ શકે. મહાવીરે પરિગ્રહને પાપ કહ્યો છે, મહાવીરનો ભક્ત પરિગ્રહી હોઈ જ ન શકે ! પરિગ્રહ ન છોડી શકે તેવી વ્યક્તિ મહાવીર જન્મોત્સવની સમિતિમાં સૂત્રધાર બને તો શો અર્થ ? વેરી સિમ્પલ. બીજી વાત છે ચારેય ફિરકા અને તમામ ગચ્છ-સમુદાયની એકતાની. કોણ સાચું અને કોણ ખોટું એની ચર્ચા જરૂરી નથી. મહાવીરના નામે એકતા માટે જે સૌ પ્રથમ પગ ઉપાડે કે હાથ લંબાવે એ જ સાચો ! મહાવીરે અનેકાન્તનો સિદ્ધાંત આપ્યો છે. અનેકાંત હોય ત્યાં વિવાદ, સંઘર્ષ અને હુંસાતુંસી હોય જ કઈ રીતે? દરેક વ્યક્તિ પોતાની દષ્ટિએ સાચી હોઈ શકે. દરેકને પોતાની રીતે ધર્મ કરવાની સ્વતંત્રતા હોઈ શકે. એમાં જ અનેકાન્ત છે. એકતા થવી જ જોઈએ એમ તો સૌ કહે છે અને માને છે, પણ એ માટે બાંધછોડ કરવા કોઈ તૈયાર નથી ! મહાવીરનો ભક્ત જડ ન હોય, વટ મારનારો ન હોય...! જે નમતું મૂકવાનું શાણપણ દાખવે તે મહાન. વિવાદને પોષે તે અધમ છીછરા લોકો અથવા કહેવાતા ધર્મગુરુઓને ચારે ફિરકાની એકતાની વાત પસંદ જ જાઓ "મારા મહાવીર, તામહાવીર 21 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114