Book Title: Mara Mahavir Tara Mahavir
Author(s): Rohit A Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ મહાવીર એટલે ઉક્ટ ચારિત્ર્યનો સુગંધિત ચમાર ધર્મની ઓળખ ચમત્કાર નથી, પણ ચારિત્ર્ય છે. ચમત્કારમાંથી ચારિત્ર્ય નથી પ્રગટતું, પણ ચારિત્ર્યમાંથી ચમત્કાર પ્રગટી શકે છે. જૈન ધર્મ એટલે ચારિત્ર્યની સુગંધનો ધર્મ. જૈન ધર્મનો મુખ્ય ચારિત્ર્યસ્તંભ ભગવાન મહાવીર છે. કોઈ પણ વ્યક્તિ કેટલી ચારિત્ર્યશુદ્ધ છે એ જાણવું હોય તો એ વ્યક્તિ કેટલી અભય (ભયમુક્ત) છે એ જાણવું પડે. મહાવીર એટલે અભયની ઓળખ. ભયભીત વ્યક્તિ મહાવીરની અનુયાયી પણ ન બની શકે. મહાવીરે કહ્યું છે કે અભય થવું હોય તો તમે કોઈને ભય ન પમાડો. અહિંસા અને અભય સગાં ભાઈ-બહેન છે. મહાવીર વૈજ્ઞાનિક હતા? અઢી હજાર વર્ષ પહેલાં એમણે વનસ્પતિમાં જીવ હોવાની વાત કરી હતી. જળમાં અસંખ્ય જીવો છે અને ક્ષણે ક્ષણે અસંખ્ય નવા જીવો પેદા થતા રહે છે એ વાત મહાવીરે શી રીતે કહી હશે? વિજ્ઞાને તો વર્ષો પછી એના પુરાવા આપ્યા ! મહાવીર પર્યાવરણવાદી હતા? અઢી હજાર વર્ષ પહેલાં જ્યારે પ્રદૂષણની સમસ્યા કોઈને પજવતી નહોતી ત્યારે મહાવીરે કહ્યું હતું કે દરેક નગરને એક ઉદ્યાન હોવો જોઈએ અને દરેક ઘરને એક વૃક્ષ હોવું જોઈએ. પર્યાવરણની જ મારી મઢાવીર, તારા મહાવીર 25 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114