________________
લગ્ન માટે પુર્ણવય જરૂરી છે, તેમ દીક્ષા માટે પણ પુખ્તવય જરૂરી છે. સાચી સમજણ વગર, ઉછીની દોરવણીથી સંસાર માંડવાનું કે છોડવાનું બંને યોગ્ય ન જ ગણાય.
(૨) નવાં દેરાસરોના નિર્માણ ઉપર પ્રતિબંધઃ બે દેરાસર વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કિલોમીટરનું ડિસ્ટન્સ હોવું જ જોઈએ. પ્રાચીન જિનાલયોના જિર્ણોદ્ધાર કે પુનઃસ્થાપનની સંપૂર્ણ વ્યવસ્થા ન થઈ જાય ત્યાં સુધી નવાં દેરાસરો બાંધવાં ન જોઈએ.
(૩) પક્ષાલમાં દૂધનો ઉપયોગ ટાળવો: પ્રક્ષાલનો મૂળ ઉદેશ અલ્ટીમેટલી તો મૂર્તિની સ્વચ્છતાનો છે, તે માટે દૂધની કોઈ અનિવાર્યતા જણાતી નથી. માત્ર અલ્પતમ પાણી વડે જ પ્રક્ષાલ કરવાની પરંપરા શરૂ કરવી જોઈએ.
(૪) વીતરાગની મૂર્તિને સોના-ચાંદીથી અભડાવીએ નહિઃ વિતરોગની મૂર્તિ ઉપર સોના-ચાંદીના ઠઠારા શોભતા નથી. એ પણ એક રીતે પરિગ્રહ છે. દેરાસરમાં પરિગ્રહ હોય એટલે ભરી બંદૂકના ચોકીપહેરા જોઈએ ! કોઈ પણ દેરાસર ચોવીસે કલાક ખુલ્લું રાખી શકાય, ચોકીપહેરા વગર રાખી શકાય તેવું હોવું જોઈએ. ભગવાનનાં દર્શન માટે કદીય બંધ દરવાજા જોઈને ભક્તને નિરાશા ન થવી જોઈએ.
જે તીર્થકરે વસ્ત્રો પણ છોડ્યાં હતાં, તેમને સોના-ચાંદીની આંગીઓની શી જરૂર હોય? માણસને સોના-ચાંદીનો મોહ હોય છે, તેથી એ મોહને તે મૂર્તિ ઉપર ચઢાવે છે. એમાં ભાવુકતા છે, ધર્મ નથી.
(૫) આડંબરો અટકાવીએઃ સામૈયાં, કંકોત્રીઓ-પત્રિકાઓ, પંચાંગો, મહોત્સવો વગેરે પાછળ જે આડંબર થાય છે તે અટકાવવા જોઈએ. જેમણે સંયમનો માર્ગ સ્વીકાર્યો હોય તેમણે આવા ઠાઠમાઠથી દૂર રહેવું જોઈએ. વેવલા ભક્તો આગ્રહ કરતા હોય તો પણ તેમના અજ્ઞાનને દૂર કરી સાચા ગુરુઓએ સમજાવીને વારવા જોઈએ. * કોઈ પણ જૈનમુનિ ગ્રંથ છપાવા ઇચ્છે તો એણે પસંદગી સમિતિ પાસેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org