________________
ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ
આજેય તાજું જ છે !
અસ્તિત્વ એટલે હોવું. વ્યક્તિત્વ એટલે કંઈક વિશેષ હોવું.
જેની પાસે પોતાનું મૌલિક વ્યક્તિત્વ હોય છે, તેનું અસ્તિત્વ ઇતિહાસનું ગૌરવ બને છે. અસ્તિત્વ તો પ્રાણીમાત્રનું હોય છે, કિન્તુ વ્યક્તિત્વ વિકાસની તક એક માત્ર માનવીને જ મળી છે.
અસ્તિત્વ નષ્ટ થઈ શકે છે, વ્યક્તિત્વ શાશ્વત છે, ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ, આજે અઢી હજાર વર્ષ પછીય એવું જ તાજું, એવું જ પ્રેરક અને એવું જ પથદર્શક લાગે છે અને હજી યુગો યુગો સુધી એમના વ્યક્તિત્વ અને એમની વાણીનો પ્રભાવ જગત ઉપર રહેશે.
ભગવાન મહાવીર મર્મદર્શી હતા. એમના વ્યક્તિત્વમાં સિદ્ધાંત અને સાધનાનો સમન્વય હતો.
એક વખત એમના શિષ્ય ગણધર ગૌતમે એક ગરીબ માણસ તરફ જોતાં કહ્યું, “હે પ્રભુ ! આ માણસ કેવો અપરિગ્રહી છે ! તેની પાસે કોઈ વસ્તુનો પરિગ્રહ દેખાતો નથી.”
ભગવાન બોલ્યા, “ભાઈ, એ દીન છે, પણ અપરિગ્રહી નથી.”
પ્રભુ ! દીન વ્યક્તિ અપરિગ્રહી જ કહેવાય ને! પરિગ્રહ તો શ્રીમંતો 28 n મારા મહ્મવીર, તારા મહાવીર પર
ખડક ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org