________________
પ્રભુ ! મને ક્ષમા કરો ! આજ સુધી મારા અંતરમાં આપના માટે રાગ અને મોહ હતો. આપને માટે હું આસક્ત હતો. આપે અંતિમ પળે મને આપનાથી અળગો કરીને અંતર્મુખ કર્યો. આત્મદશાનું મને ભાન કરાવ્યું. આપના માટેની આસક્તિ મને રુદન કરાવતી હતી, હવે હું એ આસક્તિમાંથી મુક્ત બન્યો છું...!'
ને એ જ ક્ષણે ગણધર ગૌતમ કેવળજ્ઞાન પામ્યા. એક બુઝાતો દીપક જગતને શાશ્વત ઓજસ આપતો ગયો.
ભગવાન મહાવીરનો એ નિર્વાણદિન હતો આસો વદ અમાસ, એટલે કે દીપાવલિનો દિન.
પ્રભુ મહાવીરે પ્રબોધેલા જ્ઞાનની દીપાવલિ સમગ્ર જગતને અજવાળતી રહે એ જ અભ્યર્થના...!
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org