________________
બૂઝાતો દીપક
શાશ્વત ઓજસ પાથરી ગયો !
કેટલીક ક્ષણો યુગોને અતિક્રમી જતી હોય છે. સદીઓ વીતી જાય, પણ પેલી એક ક્ષણનો પ્રભાવ યથાવત્ રહે છે. ખરેખર, યુગ કરતાં ક્ષણ મહાન
આજથી અઢી હજાર કરતાં પણ વધુ વર્ષો પહેલાં આવી જ એક ક્ષણ સમગ્ર માનવસમાજને લાભાન્વિત કરી ગઈ. એ ધન્ય ક્ષણે ભગવાન મહાવીર જેવી વત્સલ-વિભૂતિ વિશ્વને ભેટ ધરી.
સહજ રીતે જ મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન મહાવીરમાં એવી તે કઈ વિશેષ વાત હતી કે અઢી હજાર વર્ષની સમયાવધિ વીતી જવા છતાં હજી આજે પણ જગત એમને યાદ કરે છે ? માત્ર જૈન સંપ્રદાય જ નહિ, સમગ્ર જનસમુદાય ભગવાન મહાવીરના અસ્તિત્વને સગૌરવ શા માટે આજેય સ્તરે છે ?
ભગવાન મહાવીર કોઈ અવતારી પરમાત્મા નહોતા. ત્રિશલા માતાના ગર્ભમાં નવ માસ રહીને ઈ.સ. પૂર્વે ૫૯માં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ સિદ્ધાર્થ હતું. તેમના જન્મ પછી પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ હતી, તેથી તેમનું નામ વર્ધમાન રાખ્યું. બાળપણથી જ વીરતા, અભય, અહિંસા, અક્રોધ
હતી આ બાજુ આ જ મારી મહાવીર, તા. મહાવીર 37
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org