________________
મહાવીરે ક્યું છે ધર્મનો નિર્ણય
બુદ્ધિ દ્વારા જ થઈ શકે !
કેટલાક લોકો કહે છે કે ધર્મ, બુદ્ધિનો વિષય નથી માત્ર શ્રદ્ધાનો જ વિષય છે. જો ધર્મને બુદ્ધિના વિષય તરીકે ન સ્વીકારીએ તો એની ઉપર માત્ર મૂર્ખ લોકોનો જ અધિકાર સ્થપાઈ જાય ને ?
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્ર (૨૩/૨પ)માં કહ્યું છે કે, “પન્ના સમિખિએ ધુમ્મ" એટલે કે ધર્મનો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઈ શકે.
બુદ્ધિ-પ્રજ્ઞા વડે જ ધર્મ શું છે, તેનો નિર્ણય થઈ શકે છે. શ્રદ્ધા વડે નિર્ણય નથી લેવાનો, માત્ર આચરણ કરવાનું છે. બુદ્ધિ વડે ધર્મને પૂરેપૂરો સમજ્યા પછી જ, શ્રદ્ધાથી તેનું પાલન કરવું જોઈએ. - જે લોકો ધર્મના નિર્ણયમાં બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, તે લોકો અંધશ્રદ્ધાના ઉપાસકો બની જાય છે અને ઘેટાંનાં ટોળાંની જેમ ગતાનુગતિક રીતે જડ પરંપરાને વળગી રહે છે.
પ્રાચીન કાળમાં હિંસક યજ્ઞો થતા હતા. ભોગ અને બલિ ચઢાવાતા હતા અને આ બધું ધર્મ અને શાસ્ત્રના નામે થતું હતું ! અંધશ્રદ્ધાળુઓનાં ટોળેટોળાં આવી હિંસક ક્રિયાઓનો જયજયકાર કરતાં હતાં. પરંતુ ભગવાન મહાવીરે હિંસાને અધર્મ કહીને, ધર્મમાં અહિંસાની સ્થાપના કરી. 34 માસક મહાતીર, તાસ મહ્મવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org