________________
‘હું... તો...’ હું જરા મૂંઝાયો.
‘રોહિત, તું શ્વેતાંબર જૈન છે કે દિગંબર જૈન ?’ મહાવીરે ફરીથી પૂછ્યું. ‘હું તો આડંબર જૈન છું...' મારાથી સાચુ બોલાઈ ગયું.
આ કોઈ નવો ફિરકો છે ?’
‘હા, ભંતે !’
‘આડંબર ફિરકાની કોઈ વિશેષતા ખરી ?'
‘હા, ભંતે ! આ ફિરકો બાકીના તમામ ફિરકાઓને ખૂબ માફક આવે છે. વળી એની ખૂબી એ છે કે, એમાં તમે જે કહ્યું હોય એ પ્રમાણે જ વર્તવાનું અમારા માટે કમ્પલસરી નથી. સૌ પોતપોતાની રીતે, ક્યારેક તો પોતપોતાના ધર્મગુરુની પ્રેરણાથી અને તેમની નિશ્રામાં ભવ્યાતિભવ્ય આડંબર કરી શકે છે. આ ફિરકામાં ફુલ્લી ફ્રિડમ છે, ભંતે !'
‘ભાઈ, રોહિત ! મેં સાંભળ્યું છે કે શ્વેતાંબરો અને દિગંબરોમાં સાધુઓએ વસ્ત્રો પહેરવાં કે નહિ તે બાબતે મતભેદ છે, એ સાચું છે ?’
‘હા, પ્રભુ ! આપે ગૃહત્યાગ કર્યો ત્યારે છેલ્લે વસ્ત્રદાન પણ કરી દીધું હતું. આપ તદ્દન નિર્વસ્ત્ર થઈ ગયા હતા. એટલે દિગંબર જૈનો એમ માને છે કે, મોક્ષમાર્ગે જવા માટે – મહાવીરના માર્ગે જવા માટે વસ્ત્રો છોડવાં જ જોઈએ. જ્યારે શ્વેતાંબર જૈનો એમ સમજે છે કે, વર્તમાન સાધુઓને કાંઈ જંગલોમાં જઈને રહેવાનું નથી, સમાજમાં જ રહેવાનું હોય છે. તેથી પ્રેક્ટિકલ થઈને સાદગીપૂર્ણ મર્યાદા જળવાય તેવાં શ્વેત વસ્ત્રો પહેરવાં જોઈએ...’
‘રોહિત, મેં તો એમ પણ સાંભળ્યું છે કે દિગંબર જૈનો કહે છે કે મેં લગ્ન કર્યાં જ નહોતાં, જ્યારે શ્વેતાંબર જૈનો એમ કહે છે કે મેં લગ્ન કર્યાં હતાં. મારે દીકરી પણ હતી, જમાઈ પણ હતા... શું આવો મતભેદ પ્રવર્તે છે ?’
‘હા, પ્રભુ ! પણ એમાં તો એવું છે કે... એ બંને સાચા છે.’ ‘એવું કઈ રીતે બને, વત્સ રોહિત ?’
‘દિગંબરો, કહે છે કે આપનાં લગ્ન થયાં જ નહોતાં. શ્વેતાંબરો કહે છે કે આપનાં લગ્ન થયાં હતાં અને આપને એક પુત્રી તથા એક જમાઈ પણ હતાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org