________________
મહાવીરને તમે કોઈ એક જ ધર્મ કે સંપ્રદાયના કઈ રીતે કહી શકો ?
હા, ભગવાન મહાવીરના શાસનમાં સર્વજીવોને પ્રવેશનો અધિકાર છે. તમે ચાહે ગમે તે ધર્મ-સંપ્રદાયના હો; પણ પ્રેમ, મૈત્રી, કરુણા, અપરિગ્રહ વગેરેનો સ્વીકાર કરીને ભગવાન મહાવીરના અનુયાયી બની શકો છો. મહાવીરને ક્યાં કોઈ વાડાબંધી હતી...?
દિગંબરો અને શ્વેતાંબરો તીર્થ કાજે ઝઘડે તો મહાવીરને ગમે ખરું ? તિથિના નામે વૈમનસ્યનાં વિષ ઘોળાય તો વહાલપના વીર મહાવીરને ગમે ખરું ? કોણ સાચું ને કોણ ખોટું એની વાહિયાત ચર્ચા ક૨વાનો અવસર ક્યાં છે ? આજે તો મહાવીરનું નામ લઈને તમામ જૈનો એક થઈ જાય એ જરૂરનું
છે.
દિગંબરો માને છે કે ભગવાન મહાવીર આજીવન બ્રહ્મચારી હતા. યશોદા સાથે તેમનાં લગ્ન થવા અંગે કહેણ આવેલું પણ તેનો સ્વીકાર થયો નહોતો. શ્વેતાંબરો માને છે કે તેમનાં લગ્ન યશોદા સાથે થયાં હતાં અને તેમને એક પુત્રી તથા જમાઈ પણ હતાં.
દિગંબરો માને છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ્રથમ આચાર્ય ગૌતમસ્વામી હતા. શ્વેતાંબરોના મત મુજબ પ્રભુ વીરના નિર્વાણ પછી પ્રથમ આચાર્ય સુધર્મા હતા.
દિગંબરો માને છે કે મહાવીરની દીક્ષા વખતે તેમનાં માતા-પિતા બન્ને હયાત હતાં. શ્વેતાંબરો માને છે કે, માતા-પિતા દિવંગત થયા પછી જ ભગવાન મહાવીરે દીક્ષા લીધી હતી. ઇતિહાસના સત્ય માટે આટલા ભિન્ન ભિન્ન મત કેમ પ્રવર્તે છે ? કોઈ એક સાચું હોય અથવા બન્ને ખોટા હોય તે શક્ય છે. વિવાદનું પરિણામ સારું નથી આવતું. મહાવીર સંઘર્ષના નહિ સમાધાનના પુરસ્કર્તા હતા. આપણે તેમના અનુયાયી થવું હોય તો વિવાદ વેગળો કરીને સંવાદ સ્થાપવો જોઈએ.
જો વિવાદ અટકાવી ન શકીએ તો મહાવીરના નામે ગમે-તેટલા વરઘોડાના ઠાઠમાઠ કરીએ કે પ્રવચનો કરીએ એ બધું દંભ બની રહેશે. નવી પેઢીને
માસ મહાર્પર, તાસ મહાવીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org