________________
મારા મહાવીર,
તારા મહાવીર
ભગવાન મહાવીર કોના હતા : શ્વેતાંબરના ? દિગંબરના ? તેરાપંથના? સ્થાનકવાસીના ? કે કોઈને નહીં ?
આમ તો આવા પ્રશ્નો જ મિથ્યા છે કે ભગવાન મહાવીર કોના હતા, ખરો પ્રશ્ન એટલો જ હોઈ શકે આપણે ભગવાન મહાવીરના છીએ કે નહિ?
ભગવાન મહાવીર કોઈ સંપ્રદાયવિશેષના જ હોય? શું ભગવાન મહાવીર કોઈ નાનકડા ટોળાના હોય ? જેમની પર્ષદામાં (સભામાં) પશુપંખીઓ આવતાં હોય, જેમના દ્વારા અનેક પશુ-પંખીઓ તથા માનવાત્માઓનો ઉદ્ધાર થયો હોય તેમને કોઈ એક નાનકડા પંથ, સંઘ કે સંપ્રદાયવિશેષના કહેવા કોઈ રીતે વાજબી કેમ કહેવાય ?
તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. ગોવાળને તેમણે ક્ષમા આપી હતી. બ્રાહ્મણોને તેમણે બ્રાહ્મણધર્મ સમજાવ્યો હતો. શુદ્રોને તેમણે નિર્મળ વહાલ કર્યું હતું. જૈન ધર્મની તેમણે યશપતાકા લહેરાવી હતી. એવા ભગવાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org