Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કરું છું. સાથે સાથે ભગવતી આરાધ્યદેવી શ્રી પદ્માવતી માતાજીને પણ નમસ્કાર કરું છું. ભગવાન “પાર્થ” ને જન્મકાળ :
જૈન ધર્મમાં કાલને એક સ્વતંત્ર દ્રવ્ય-પદાર્થ તરીકે ગણેલ છે. અને માનવજાતને સમજવા માટે સમય કે કાળની એક સ્વતંત્ર પરિભાષા નિર્માણ થઈ છે. એ પરિભાષામાં કાળના અવિચ્છિન્ન–અવિભાજ્ય પ્રમાણને સમય એવા સ્વતંત્ર શબ્દથી ઓળખાવ્યો છે. અહીંયાં સમય” શબ્દથી પ્રચલિત “વખત” એવો અર્થ લેવાને નથી.
આ સમયના પરિમાણને સમજવું શી રીતે ? આ વિષયથી અન એવા હરકોઈ વાચકને આ પ્રશ્ન ઉઠે. એના માટે શાસ્ત્રમાં અનેક છત-દાખલાઓ આપ્યાં છે. એ પૈકી એક દાખલો જોઈએ.
આપણે આંખને મીંચીને તુરત ખોલી નાંખીએ, તેને પલકારો કહીએ છીએ. એમાં જેટલા કાળ પસાર થયો, તેમાં અસંખ્ય સમય વિતી ગયા. જરા કલ્પના તો કરે ! તમારી કલ્પના થીજી જાય એવી આ બાબત છે. એમાં હજારે, લાખો, કરોડ, અબજો નહિ પણ અસંખ્ય સમયે એટલે કે જેની ગણત્રી કરવી જ મુશ્કેલ, એટલા સમાયા છે. અત્યારે સ્થૂલ ગણિતમાં “વિપલ' સુધીનું માપ છે. અંગ્રેજીમાં ચાલુ વહેવારમાં “સેકન્ડ'નું (એક મીનીટના ૬૦ મા ભાગનું) માપ છે. આ વિપલ કે સેકન્ડમાં લાખો કરોડો સમયને સરવાળો રહેલો છે. આથી એક સમય કેટલો સૂક્ષ્મ વિભાગ છે, તેની કલ્પના આવી શકશે. જૈન ધર્મનું આ આત્યંતિક કેટિનું સૂક્ષ્મમાન છે. આ કાલગણિત તમને અન્યત્ર કયાંય નહિ મળે. કાળનું આદિમાન જેમ સમય છે, તેમ તેનું અન્તિમાન અનંત છે.
સમયથી શરૂ થતું આ માપ ગણત્રીની મર્યાદા છોડીને આગળ વધે છે, ત્યારે તેને માટે માંય શબ્દનો પ્રયોગ થાય છે. આવા