Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪
તૃતીય કર્મગ્રંથ
(૧) નરક-તિર્યંચ આદિ ભવમાં જવું, તે તે ભવની પ્રાપ્તિ થવી તેને ગતિ કહેવાય છે. તેના ચાર ભેદો છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ,
(૨) સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિયાદિ શરીરમાં રહેલી પાંચ પ્રકારની જ્ઞાનના સાધનભૂત જે ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયોવાળા જીવો સમજવા. તેના પાંચ ભેદો છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વગેરે.
(૩) પૃથ્વી-પાણી-અગ્નિ આદિ રૂપે છે કાયા (શરીર) જેની તે કાયમાર્ગણા, તેના છ ભેદો છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય,
(૪) જેનાથી આત્મપ્રદેશોનું હલન-ચલન-આંદોલન થાય તે યોગ, તેના ત્રણભેદ છે મનયોગ, વચનયોગ, કાયયોગ. આ ત્રણ યોગના ઉત્તરભેદ રૂપે પન્નર યોગ છે. મનયોગના ૪, વચનયોગના ૪, અને કાયયોગના ૭ ભેદ છે.
(૫) સંસારના ભોગસુખો ભોગવવાની જે અભિલાષા તે ભાવવેદ, અને સ્ત્રી-પુરૂષ અદિ આકારે શરીર પ્રાપ્તિ તે દ્રવ્યવેદ, તેના ત્રણ ભેદ છે. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ.
(૬) જેનાથી સંસાર વધે. જન્મ-મરણની પરંપરા વધે તે કષાય, તેના ચાર ભેદ છે. ક્રોધ, માન, માયા, લોભ, એકેકના અનંતાનુબંધી અદિ ચાર-ચાર ભેદ પણ છે.
(૭) જેનાથી વિશેષ ધર્મવાળું વસ્તુતત્ત્વ સમજાય એવી વિશિષ્ટ ચૈતન્યશક્તિ તે જ્ઞાન, તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. અહીં જ્ઞાનના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાન પણ લેવાય છે. તેથી મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગજ્ઞાન પણ લેવાય છે. કુલ ૫+૩=૮ ભેદ ગણાય છે. (૮) વિષય-વિકાર અને વાસનાનો ત્યાગ અર્થાત્ સર્વથા સંસાર ત્યાગ=સર્વવિરતિ તે સંયમ, તેના પાંચ ભેદ છે. સામાયિક, છેદોપસ્થાપ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org