Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સત્તાસ્વામિત્વ
૧૦૫
(૪૨) અચક્ષુદર્શન માર્ગણા- ગુણસ્થાનક ૧ થી ૧૨ છે. તેરમું ગુણસ્થાનક ન હોવાથી ફક્ત ૧ જિનના ઉદયમાં સંભવતું નથી. શેષ સર્વ ઉદયસ્વામિત્વ બીજા કર્મગ્રંથની જેમ જ જાણવું. ઓઘે ૧૨૧, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, અને મિશ્ર ૧૦૦ વગેરે ક્ષીણમાહ સુધી સમજી લેવું. (૪૩) અવધિદર્શન માર્ગણા- અહીં ઉદયસ્વામિત્વ અવધિજ્ઞાનની સમાન જ જાણવું. તફાવત માત્ર એટલો જ છે કે કર્મગ્રંથના મતે અવધિદર્શનમાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનક છે અને સિધ્ધાન્તના મતે ૧ થી ૧૨ એમ ૧૨ ગુણસ્થાનક છે. સિધ્ધાન્તના મતે દર્શનકાલે સમ્યગૂ-મિથ્યા ભેદ નથી. (૪૪) કેવલદર્શન માર્ગણા- કેવલજ્ઞાનની જેમ જ તેરમે ૪૨ નો ઉદય અને ચૌદમે ગુણઠાણે ૧૨ નો ઉદય જાણવો. (૪૫-૪૬-૪૭) કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યા માર્ગણા- આ ત્રણ લેશ્યામાં પૂર્વ-પ્રતિપન્ન ને આશ્રયી ૧ થી ૬ ગુણસ્થાનક સંભવે છે માટે તીર્થકર નામકર્મ વિના ૧૨૧ નો ઓધે ઉદય સમજવો, જો પ્રતિપદ્યમાન ને આશ્રયી ગણીએ તો ૧ થી ૪ ગુણસ્થાનક છે. તેથી આહારકદ્વિકનો પણ ઉદય સંભવતો નથી માટે ઓધે ૧૧૯ નો ઉદય હોય, ગુણસ્થાનકોમાં બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય હોય છે મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૧૧, મિ ૧૦૦, ચોથે ૧૦૪, (દેશવિરતે ૮૭ અને પ્રમત્તે ૮૧). પરંતુ કાર્મગ્રન્થિકમતે સભ્યત્વ લઈને વધુમાં વધુ ત્રણ નરક સુધી જ જાય છે. માટે નીલ અને કૃષ્ણલેશ્યામાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય અસંભવિત છે તથા સિધ્ધાન્તના મતે સમ્યકત્વ સાથે જ નરક સુધી ગમન હોવાથી તે મતે નીલ-કૃષ્ણમાં પણ નરકાનુપૂર્વીનો ઉદય અવિરુધ્ધ છે. (૪૮) તેજોલેશ્યા માર્ગણા- તેજોલેશ્યા વાળા સૌધર્મ-ઇશાન દેવલોકના દેવો તથા જ્યોતિષ સુધીના પણ દેવો આ લેગ્યા હોતે છતે મરીને પૃથ્વીઅ૫ અને વનસ્પતિમાં જાય છે ત્યાં અંતર્મુહૂર્ત કાળ સુધી પૂર્વભવની તેજોલેશ્યા હોય છે તેથી સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો ઉદય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org