Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 123
________________ ૧ ૨ ૨ તૃતીય કર્મગ્રંથ માન ક્ષય થવાથી ૧૦૩, ૧૦૨, ૯૯, ૯૮, અને સંજવલન માયા ક્ષય થવાથી ૧૦૨, ૧૦૧, ૯૮, ૯9ની સત્તા નવમે હોય છે. ત્યારબાદ બાદર લોભનો ક્ષય કરતો કરતો જીવ નવમાના અંતે જાય છે. તે બાદ લોભ ક્ષય કરીને દશમે ગુણઠાણે આરૂઢ થાય છે. પરંતુ હજુ ત્યાં સૂક્ષ્મ લોભ હોવાથી ૧૦૨, ૧૦૧, ૯૮, ૯૭ પ્રકૃતિવાળાં એ જ સત્તાસ્થાન હોય છે. બારમે લોભ વિના ૧૦૧, ૧૦૦, ૯૭, ૯૬ની સત્તા હોય છે. બારમાના કિચરમ સમયે નિદ્રાહિકનો ક્ષય થવાથી ચરમસમયે નિદ્રાદ્ધિક વિના ૯૯, ૯૮, ૯૫, ૯૪ની સત્તા હોય છે.તેરમે જ્ઞાનાવરણીયાદિ ૧૪ વિના ૮૫, ૮૪, ૮૧, ૮૦ની સત્તા હોય છે. ચૌદમે પણ ઉપાજ્ય સમય સુધી એજ સત્તા હોય છે. પરંતુ ચરમ સમયે ૭ર વિના ૧૩૧૨ અને મતાન્તરે ૧૨ ૧૧ ની સત્તા જિનનામ વાળા અને જિનનામ વિનાના આત્માઓને હોય (૫૫) ક્ષાયોપથમિક સમ્યકત્વ- જિનનામ અને આહારકનો બંધ તથા અબંધ કરેલો હોઇ શકે છે. અબધ્ધાયુ-બધ્ધાયું અને અનેકજીવ આશ્રયી ૧ આયુષ્ય, ૨ આયુષ્ય અને ચારે આયુષ્યની સત્તા અનુક્રમે હોઈ શકે છે. મોહનીયની ૨૮, ૨૪, ૨૩, ૨૨ની સત્તા હોય છે તેથી બીજા કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ વધુમાં વધુ ૧૪૮, અને ઓછામાં ઓછી ૧૩૪ની સત્તા હોય છે. અહીં સમ્યકત્વ મોહનીયની સત્તા હોવાથી ૧૩૩ની સત્તા સંભવતી નથી. તે સત્તા ક્ષાયિકને જ હોય છે. માટે ૧૩૪ થી ૧૪૮ સુધીની સત્તા જાણવી. તેમાં ૧૪૩ની સત્તા અનેકજીવ આશ્રયી હોવાથી કલ્પિત જાણવી. વાસ્તવિક નહીં (૫૬) મિશ્ર માર્ગણા - જિન નામ વિના ૧૪૭ની સત્તા સામાન્યથી સર્વ જીવ આશ્રયી હોય છે. બધ્ધાયુને ૧૪૫, અબધ્ધાયુને ૧૪૪ની સત્તા જાણવી. મોહનીયની ૨૮-૨૭-૨૪ની સત્તા પ્રમાણે તથા નામકર્મની આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય તો ૮૮ની સત્તા પ્રમાણે આઠે કર્મોની સત્તા જાણી લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132