Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 127
________________ ૧૨૬ તૃતીય કર્મગ્રંથ (૫) પ્રશ્ન :- જો સાતમી નારકીમાંથી નીકળનારા જીવો નિયમ પંચેન્દ્રિય તિર્યંચ જ થાય છે. તો મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધમાં કેમ રાખેલ છે ? ઉત્તર :- દરેક જીવોને આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી કોઈને કોઈ ગતિ પ્રાયોગ્ય બંધ હોય જ છે. સાતમી નારકીના જીવોને ત્રીજા-ચોથા ગુણઠાણે શેષ ત્રણગતિ પ્રાયોગ્ય બંધ વિચ્છેદ પામ્યો છે. એટલે મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધમાં રાખેલ છે. જો આયુષ્યનો બંધ હોય તો જ મનુષ્ય થવું પડે એવો નિયમ છે. ગતિઆનુપૂર્વી કે ગોત્ર કર્મ બંધાય એટલે મનુષ્યમાં જાય જ એવો નિયમ નથી. (૬) પ્રશ્ન :- અપર્યાપ્ત તિર્યો અને મનુષ્યોમાં દશમી ગાથામાં જિનનામકર્મ આદિ ૧૧ વિના ઓઘે ૧૦૯ બંધાય એમ કહેલ છે. પરંતુ તીર્થકર ભગવંત આદિના જીવો સમ્યકત્વ સહિત અન્તિમભવમાં માતાની કુક્ષિમાં આવે ત્યારે ચોથું ગુણઠાણું વિગ્રહગતિમાં અને છ પર્યાપ્તિઓ પુરી કરે ત્યાં સુધી પણ હોય છે. અને તે વખતે દેવદ્ધિક-વૈક્રિયદ્ધિક અને જિનનામ બંધાય છે. તો ૧૧માં આ પાંચનું વર્જન શા માટે કર્યું ? આ પાંચનો બંધ તો અપર્યાપ્તાવસ્થામાં થાય છે. ઉત્તર :- આ પાંચ પ્રકૃતિઓનો બંધ અપર્યાપ્તાવસ્થામાં જ જોવા મળે છે તે કરણાપર્યાપ્તાવસ્થાને આશ્રયી છે. અને ગાથામાં ૧૧ પ્રકૃતિઓના બંધનો જે નિષેધ કર્યો છે તે લબ્ધિઅપર્યાપ્તાને આશ્રયી કર્યો છે. માટે બરાબર છે. વળી અપર્યાપ્ત નામકર્મનો ઉદય-લબ્ધિ અપર્યાપ્તાને જ હોય છે. તેમાં મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. કરણપર્યાપ્તા તો માત્ર પર્યાપ્તિઓ પૂર્ણ નથી કરી તેટલા પુરતો જ અપર્યાપ્ત છે. વાસ્તવિક તો તે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો હોવાથી પર્યાપ્તો જ છે. (૭) પ્રશ્ન :-દેવોના જીવો શું એકેન્દ્રિયમાં જાય? તો ક્યા ક્યા એકેન્દ્રિયમાં જાય? અને શા માટે જાય ? ઉત્તર :- ભવનપતિ-વ્યંતર-જયોતિષ્ક અને સૌધર્મ-ઇશાન દેવલોકના દેવો મરીને એકેન્દ્રિયોમાં જાય છે. પાંચ પ્રકારના એકેન્દ્રિયમાંથી પૃથ્વીકાય-અપૂકાય અને પ્રત્યેકવનસ્પતિકાયમાં જ જાય છે. તેનું કારણ એ છે કે દેવભવમાં રત્નોમાં, વાવડીના પાણીમાં અને ત્યાંના કમળોમાં અતિશય મોહ હોય છે. (૮) પ્રશ્ન :- એકેન્દ્રિયમાં જનારા દેવો નારકી કરતાં કઈ ત્રણ પ્રકૃતિ વધારે બાંધે? ઉત્તર - એકેન્દ્રિયજાતિ, સ્થાવર નામકર્મ અને આતપનામકર્મ (૯) પ્રશ્ન :- એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પૃથ્વીકાયાદિ ત્રણ કાર્યમાં સાસ્વાદને છ— પ્રકૃતિઓ બંધાય એમ કહ્યું છે (ગાથા ૧૩). પરંતુ સાસ્વાદન તો પારભવિક જ હોય છે. તે છ આવલિકા પુરતું જ હોય છે. અને આયુષ્યનો બંધ તો વિવક્ષિત ભવના બે ભાગ ગયા પછી જ થાય છે. તેથી સાસ્વાદને બે આયુષ્યનો બંધ આ માર્ગણાઓમાં કેમ ઘટે ? ઉત્તર :- વાત સત્ય છે. સામાન્યથી વિચારતાં સાસ્વાદને આયુષ્યબંધ ઘટે નહીં, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132