Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 129
________________ ૧૨૮ તૃતીય કર્મગ્રંથ મોક્ષે જવાતું નથી માટે આયુષ્ય બાંધવું જ પડે છે. પાંચ ભવ કરનારને બીજા, ત્રીજા અને ચોથા ભવમાં મોક્ષને અયોગ્ય ભવ મળેલ છે માટે આયુષ્ય બાંધવું જ પડે છે. (૧૪) પ્રશ્ન : સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચો જો પરભવનું દેવાયુષ્ય બાંધે તો કયા દેવનું આયુષ્ય બાંધે ? ઉત્તર ઃ- નિયમા વૈમાનિક દેવનું જ બાંધે છે. (૧૫) પ્રશ્ન :- કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યામાં ચોથે ગુણઠાણે ઘબંધ કહેલ હોવાથી ૭૭ બંધાય છે. ત્યાં દેવાયુષ્યનો બંધ કેમ ઘટે ? કારણકે બન્નેસે મરૂ, તત્તેમે સવવજ્ઞરૂ આવો ન્યાય હોવાથી કૃષ્ણાદિ લેશ્યામાં વર્તતો જીવ કૃષ્ણાદિ લેશ્યાવાળા જ દેવનું આયુષ્ય બાંધે અને તે લેશ્યાવાળા દેવો તો ભવનપતિ, વ્યંતર જ છે. અને બીજી બાજુ એવો નિયમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિયમા વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે તો આમ કેમ ઘટે ? ઉત્તર ઃ- વાત સત્ય છે. વિચાર કરતાં દેવાયુષ્યનો બંધ સંભવતો નથી. કારણકે સમ્યગ્દષ્ટિ હોવાથી વૈમાનિકનું જ આયુષ્ય બાંધવું જોઈએ, પરંતુ જો વૈમાનિકનું આયુષ્ય બાંધે તો વૈમાનિકવાળા દેવો કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા નથી. માટે તે લેશ્યાવાળામાં જ ઉત્પાદ થાય તે ઘટે નહીં. પ્રશ્ન :- લેશ્યામાં કૃષ્ણાદિ પ્રથમની ત્રણ લેશ્યામાં ૪ અથવા ૬ એમ બે રીતે ગુણસ્થાનક આવે છે તેનું શું કારણ ? ઉત્તર ઃ- ચાર ગુણસ્થાનકનું વિધાન પ્રતિપદ્યમાનને આશ્રયી છે. અને છ ગુણસ્થાનકનું વિધાન પ્રતિપત્નને આશ્રયી છે. (૧૭) પ્રશ્ન :- અસંશી માર્ગણામાં સાસ્વાદને સંશીની જેમ બંધ કહ્યો છે. તો શું સાસ્વાદનગુણઠાણે ૧૦૧નો બંધ સમજવો ? ઉત્તર ઃ સામાન્યથી સંજ્ઞીની જેમ બંધ કહ્યો છે. પરંતુ દેવત્રિક, વૈક્રિયદ્ધિક, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય એમ ૭ વિના ૯૪ નો જ બંધ સમજવો, કારણકે અસંજ્ઞી તિર્યંચમનુષ્યોને સાસ્વાદન પારભવિક હોવાથી અપર્યાપ્તાવસ્થામાં જ છ આવલિકા પુરતું જ હોય છે ત્યાં દેવપ્રાયોગ્ય બંધ કે આયુષ્યનો બંધ સંભવતો નથી. (૧૮) પ્રશ્ન :- શુકલલેશ્યામાં ઉદ્યોતચતુષ્ક વિના ૧૦૪નો બંધ કહ્યો છે. (ગાથા ૨૩) પરંતુ છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકના દેવોને શુક્લલેશ્યા હોય છે અને તેઓ મરીને તિર્યંચમાં જાય છે. ઉદ્યોતચતુષ્ક બાંધે છે. બારમી ગાથામાં આનતાદિમાં જ ઉદ્યોતચતુષ્કનું વર્જન કરેલું છે. તો અહીં શુક્લલેશ્યામાં ઉદ્યોતચતુષ્કનો બંધ ટાળ્યો કેમ ? ઉત્તર ઃ- જો કે શુકુલલેશ્યામાં ૬-૭-૮ દેવલોકમાં ઉદ્યોત ચતુષ્પ બંધાય જ છે. અને ઘટી પણ શકે છે. પરંતુ મંદશુક્લલેશ્યા હોવાથી તેમાં બંધાતું હોય પરંતુ ઉજ્જવળ તીવ્ર શુક્લલેશ્યામાં ન બંધાતું હોય અને તેને આશ્રયી આ બંધવિધાન હોય એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132