Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 124
________________ સત્તાસ્વામિત્વ ૧૨૩ (૫૭) સાસ્વાદન માર્ગણા - જિનનામ વિના સર્વ જીવને આશ્રયી ૧૪૭, બધ્ધાયુને ૧૪૫, અને અબધ્ધાયુને ૧૪૪, આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય તો અનુક્રમે તે સર્વજીવ, બધ્ધાયુ અને અબધ્ધાયુને ૧૪૩, ૧૪૨, અને ૧૪૧ની સત્તા હોય છે. મોહનીયની નિયમા ૨૮ની જ સત્તા હોવાથી વધારે સત્તા સ્થાન સંભવતાં નથી. (૫૮) મિથ્યાત્વ માર્ગણા - બીજા કર્મગ્રંથમાં પહેલા ગુણઠાણામાં લખેલી સત્તા પ્રમાણે સત્તાસ્થાનો જાણવાં. સર્વજીવને ૧૪૮, બધ્ધાયુ- એક જીવને ૧૪૫, કારણ કે પહેલે ગુણઠાણે જિનનામ અને આહારકની સત્તા સાથે હોતી નથી તેથી જિનનામ અને બે આયુષ્ય વિના ૧૪૫. અબદ્ધાયુને ૧૪૪, આહારક ન બાંધ્યું હોય અને જિનનામ બાંધ્યું હોય તો અનેકજીવ હોય કે બધ્ધાયુ એક જીવ હોય તો પણ મનુષ્ય અને નરકસંબંધી એમ બે જ આયુષ્ય હોવાથી આહારકચતુષ્ક, તિર્યંચાયુષ્ય અને દેવાયુષ્ય વિના ૧૪૨, અબધ્ધાયુને ૧૪૧, સમ્યકત્વમોહનીયની ઉર્વલના થયા પછી (આહારક-જિનનામ ન હોવાથી) બધ્ધાયુને ૧૪૦ અબદ્ધાયુને ૧૩૯, મિશ્ર મોહનીયની ઉદ્દલના થયા પછી બદ્ધાયુને ૧૩૯, અબદ્ધાયુને ૧૩૮ એકેન્દ્રિયમાં જઈ દેવદ્વિકની ઉદ્દલના કરે ત્યારે ૧૩૩-૧૩૬ વૈક્રિયષકની ઉઠ્ઠલના કરે ત્યારે ૧૩૧-૧૩૦, તેઉ-વાઉમાં જઈ ઉચ્ચગોત્રની ઉવલના બાદ બધ્ધાયુ કે અબધ્ધાયુ એમ બન્નેને એક જ તિર્યંચાયુષ્ય હોવાથી ૧૨૯, અને મનુષ્યદ્ધિકની ઉવલના બાદ ૧૨૭ની સત્તા હોય છે. (૫૯) સંજ્ઞી માગણા - બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ૧થી૧૪ ગુણસ્થાનક સુધી સત્તા સમાન જ છે. કેવલીભગવાન્તોને માત્ર દ્રવ્યમન જ હોય છે ભાવમન હોતું નથી તેથી જો તેઓને નોસંજ્ઞી નોઅસંજ્ઞી માની સંજ્ઞીમાં ન ગણીએ તો તેમાં જ સંભવતી ૧૧/૧૨ ની સત્તા સંજ્ઞીમાં ન હોય, તેઉકાય અને વાઉકાયમાં ઉવલના પછી આવનારી ૧૩૧૧૩૦/૧૨૯ અને ૧૨૭ની સત્તા ત્યાંથી મરીને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનાર જીવોને શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત અવસ્થામાં ઘટી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132