Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સત્તાસ્વામિત્વ
૧૧૯
(૨૫) લોભકષાય- એકથી દશ ગુણસ્થાનકમાં સામાન્યપણે બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ સત્તા સમજવી.
(૨૬ થી ૩૦) પાંચ જ્ઞાનમાર્ગણા- બીજા કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ જ સત્તા હોય છે. માત્ર જે જે જ્ઞાનમાં જેટલાં જેટલાં ગુણસ્થાનકો છે તે તે જ્ઞાનમાં તેટલાં તેટલાં ગુણસ્થાનકો સુધી સત્તા જાણવી. મતિ-શ્રુત-અવિધમાં ચાર થી બાર, મન:પર્યવમાં છ થી બાર, અને કેવલજ્ઞાનમાં ૧૩/૧૪ ગુણસ્થાનકો, અને તેને અનુસારે સત્તા જાણવી. (૩૧ થી ૩૩) ત્રણ અજ્ઞાનમાર્ગણા- ઓથે અને મિથ્યાત્વે ૧૪૮ની સત્તા, પરંતુ સાસ્વાદને અને મિશ્રે જિનનામ વિના ૧૪૭ની સત્તા જાણવી.
(૩૪-૩૫) સામાયિક-છેદોપસ્થાપનીય- છ થી નવ ગુણસ્થાનક, સામાન્યથી ૧૪૮ની સત્તા, ક્ષાયિક-ઉપશમ-ક્ષયોપશમ-બધ્ધાયુ-અબધ્ધાયુ વગેરેને બીજા કર્મગ્રંથની જેમ સત્તા જાણવી.
(૩૬) પરિહાર વિશુધ્ધિ ચારિત્ર- સત્તા બીજા કર્મગ્રંથની જેમ જ હોય છે પરંતુ ગુણસ્થાનક છઢું-સાતમું બે જ હોય છે.
(૩૭) સૂક્ષ્મસંપરાય- બીજા કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ બન્ને શ્રેણી આશ્રયી દશમા ગુણઠાણાની જેમ સત્તા જાણવી.
(૩૮) યથાખ્યાત ચારિત્ર- બીજા કર્મગ્રંથ પ્રમાણે અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનકમાં કહેલાં સત્તાસ્થાનો સમજવાં.
(૩૯-૪૦) દેશવિરતિ-અવિરતિમાર્ગણા- દેશવિરતિમાં બીજા કર્મગ્રંથની જેમ ૧૪૮ થી ૧૩૩ સુધીનાં (૧૪૩ વિના) સત્તાસ્થાનો હોય છે. અને અવિરતિમાં ૧ થી ૪ ગુણઠાણાં, બીજા કર્મગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ચારે ગુણઠાણે સત્તા જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org