Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૮
તૃતીય કર્મગ્રંથ
(૯) પંચેન્દ્રિયજાતિ- સર્વ ગુણસ્થાનકોમાં બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ જ સત્તા સંભવે છે.
(૧૦-૧૧-૧૨) પૃથ્વીકાય-અકાય- એકેન્દ્રિયમાં કહ્યા પ્રમાણે દેવાયુષ્યનરકાયુષ્ય અને જિનનામ આ ત્રણ વિના ઓથે અને મિથ્યાત્વે ૧૪૫ની સત્તા, અને સાસ્વાદને મનુષ્યાયુષ્ય તથા ઉપરોક્ત ત્રણ એમ ચાર વિના ૧૪૪ની સત્તા જાણવી.
(૧૩-૧૪) તેઉકાય-વાઉકાય- દેવાયુષ્ય-મનુષ્યાયુષ્ય-નરકાયુષ્ય અને જિનનામ એ ચાર વિના ૧૪૪ની સત્તા ઓઘે અને મિથ્યાત્વ હોય છે. ત્યાં માત્ર પહેલું જ ગુણસ્થાનક છે.
(૧૫) ત્રસકાય- બીજા કર્મગ્રંથની જેમ સત્તા જાણવી.
(૧૬-૧૭-૧૮) ત્રણ યોગમાર્ગણા- ઓથે મિથ્યાત્વે ૧૪૮, બીજે-ત્રીજે જિનનામ વિના ૧૪૭, ચોથાથી તેરમા સુધી બીજા કર્મગ્રંથમાં કહ્યા મુજબ સત્તા જાણવી. અહીં મનયોગની સાથે વચનયોગ, અને મનયોગ વચનયોગની સાથે કાયયોગ હોય તેને આશ્રયી વિચારણા કરી છે કારણકે કર્મગ્રંથમાં એ મત પ્રસિધ્ધ છે. જો મનયોગ વિનાના જીવોમાં વચનયોગ, અને મનયોગ વચનયોગ વિનાના જીવોમાં કાયયોગ લેવામાં આવે તો અન્યથા પણ સત્તા સંભવે છે.
(૧૯-૨૦-૨૧) વેદત્રિક- સામાન્ય સત્તાની જેમ ૧ થી ૯ ગુણઠાણા સુધી જાણવી.
(૨૨-૨૩-૨૪) ક્રોધ-માન-માયા- અહીં પણ સામાન્ય સત્તાની જેમ ૧ થી ૯ ગુણસ્થાનકમાં સત્તા કહેવી. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એમ જો કષાયના ભેદ લઇએ તો તે તે કષાયોમાં તે તે ગુણસ્થાનક સુધી તે તે ગુણસ્થાનક પ્રમાણે યથાયોગ્ય સત્તા જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org