Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 111
________________ ૧૧૦ તૃતીય કર્મગ્રંથ ઉદય જાણવો. આહારકદ્ધિક છ આવવાનું હોવાથી ૧૦૪+૨=૧૦૬ નો ઉદય ઓથે હોય છે એમ જાણવું. (૫૬-૫૭-૫૮) મિશ્ર-સાસ્વાદન અને મિથ્યાત્વમાર્ગણા- આ ત્રણેમાં પોત પોતાનું એક જ ગુણસ્થાનક છે. તેથી પોતપોતાના ગુણસ્થાનક પ્રમાણે જ ૧૦૦-૧૧૧-અને ૧૧૭ નો ઉદય સ્વયં સમજી લેવો. કોઇ પણ એક ભૂલ માર્ગણામાં સર્વ જીવોનો સમાવેશ કરવા માટે જ આ મિશ્રાદિને સમ્યકત્વ માર્ગણામાં સ્વીકારેલ છે. (૫૯) સંજ્ઞી માર્ગણા- દીર્ઘકાલિકી સંજ્ઞા જેને હોય તેને સંજ્ઞી કહેવાય. તેથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને સમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો આ માર્ગણામાં આવતા નથી. કેવલી ભગવન્તોને વિચારણા કરવા રૂપ ભાવમન નથી, પરંતુ પ્રશ્નોના ઉત્તર આપવા રૂપે દ્રવ્યમાન છે તેથી તે દ્રવ્ય મનને આશ્રયી ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. અહીં જાતિચતુષ્ક-સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ અને આતપ ૮ વિના ધે ૧૧૪ નો ઉદય હોય છે. તેમાંથી આહારકદ્ધિકજિનનામ-સમ્યકત્વ-મિશ્રમોહનીય એમ પાંચ વિના મિથ્યાત્વે ૧૦૯ નો ઉદય હોય છે. તેમાંથી અપર્યાતનામ, મિથ્યાત્વ-નરકાનુપૂર્વી વિના સાસ્વાદને ૧૦૬ નો ઉદય જાણવો. તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ક-અને આનુપૂર્વત્રિક એમ ૭ વિના અને મિશ્રમોહનીય સહિત મિશ્ર ૧૦૦ નો ઉદય હોય છે અવિરતિ આદિ ગુણઠાણાઓમાં બીજા કર્મગ્રંથની જેમ જ ૧૦૪-૮૭૮૧-૭૬-૭૨-૬૬-૬૦-૫૯-૫૭-૫૫-૪ર-અને ૧૨ નો ઉદય સ્વયં સમજી લેવો. (૬૦) અસંશી માર્ગણા- આ માર્ગણામાં માત્ર પહેલું અને બીજું એમ બે જ ગુણસ્થાનક છે. ત્યાં પણ તિર્યંચ-મનુષ્યો જ અસંજ્ઞી હોય છે. તથા અસંજ્ઞી જીવો નિયમ નપુંસક જ હોય છે તેથી વૈક્રિયાષ્ટક, આહારકદ્વિક, જિનનામ, સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ અને પુરૂષવેદ એમ ૧૬ પ્રકૃતિ વિના ૧૦૬ નો ઉદય ઓથે હોય છે. મિથ્યાત્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132