Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 112
________________ સત્તાસ્વામિત્વ ૧૧૧ પણ ૧૦૬ નો જ ઉદય હોય છે. પરંતુ અસંજ્ઞી મનુષ્યો નિયમ લબ્ધિ અપર્યાપ્ત જ હોય છે અને સાસ્વાદનવાળા લબ્ધિઅપર્યાપ્તામાં જન્મતા નથી તેથી સાસ્વાદન ગુણઠાણું માત્ર અસંજ્ઞીતિર્યંચમાં લબ્ધિ પર્યાપ્તા અને કરણ-અપર્યાપ્તામાં પારભવિક છ આવલિકા પૂરતું જ સંભવે છે. તેથી સૂક્ષ્મત્રિક, આતપ-ઉદ્યોત, મનુષ્યત્રિક, મિથ્યાત્વ, પરાઘાત, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, વિહાયોગતિદ્ધિક એમ ૧૫ પ્રકૃતિ વિના શેષ ૯૧ નો ઉદય સાસ્વાદને સંભવે છે. જો કે અસંજ્ઞી જીવો સમૂર્ણિમ છે તો પણ પંચેન્દ્રિય તિર્યંચોમાં ૮૪૦૦૦-૭૨૦૦૦ વગેરે દીર્ધાયુષ્ય અને દીર્ઘશરીર હોવાથી છ સંઘયણ-છ સંસ્થાન-સૌભાગ્ય-સુસ્વર-આદેય-યશ અને શુભવિહાયોગતિ આદિ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય પણ મિથ્યાત્વ ગુણઠાણે હોઈ શકે છે. એમ સમજાય છે. (૬૧) આહારી માર્ગણા- એકથી તેર સુધીનાં ગુણસ્થાનકો છે. ચાર આનુપૂર્વી વિના ઓથે ૧૧૮ નો ઉદય હોય છે. દરેક ગુણઠાણાઓમાં બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય સમજી લેવો. પરંતુ જે ગુણઠાણે જેટલી આનુપૂર્વી આવી હોય તે ગુણઠાણે તેટલી આનુપૂર્વી ઓછી કરી લેવી. તેથી મિથ્યાત્વે ૧૧૭ ને બદલે ૧૦૦, દેશવિરતિ આદિમાં ૮૭-૮૧-વગેરે સમાન જ ઉદય સમજવો. (૬૨) અણાહારી માર્ગણા- આ અણાહારીપણું વિગ્રહગતિમાં જ ચારે ગતિના જીવોને હોય છે. ત્યાં શરીર રચના નથી. તેથી શરીર સંબંધી પ્રકૃતિઓનો ઉદય નથી. તથા કેવલી ભગવન્તોને કેવલી સમુદ્દઘાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે જ અણાહારીપણું હોય છે. ત્યાં પણ કાર્પણ કાયયોગ માત્ર જ હોવાથી શરીરસંબંધી પ્રકૃતિનો ઉદય નથી. તથા ચૌદમે ગુણઠાણે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય હોય છે. ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, છ સંઘયણ, છ સંસ્થાન, વિહાયોગતિદ્ધિક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132