Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સત્તાસ્વામિત્વ
૧૧૫ જ હોય છે ઉદીરણા હોતી નથી. કારણકે આવલિકા બહારની સ્થિતિનું દલિક કાંતો ઉપશાન્ત થયેલું છે અથવા તો ક્ષય થયેલું છે. (૬) શ્રેણિમાં નવમે ગુણઠાણે જે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તે વેદનો ઉદય જ્યારે જ્યારે અટકે છે ત્યારે ત્યારે તે તે ઉદિત વેદનો છેલ્લી આવલિકામાં માત્ર ઉદય જ હોય છે. ઉદીરણા હોતી નથી. (૭) પાંચ નિદ્રા શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્યોગ્ય અધ્યવસાયના અભાવે સર્વ સંસારી જીવોને માત્ર ઉદયમાં હોઈ શકે છે. એક પણ નિદ્રાની ઉદીરણા હોતી નથી. તથા નિદ્રા અને પ્રચલાને ક્ષપકશ્રેણીમાં બારમા ગુણઠાણાનો સમયાધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે કર્મગ્રંથના મતે ઉદય જ માત્ર હોય છે ઉદીરણા હોતી નથી.
આ પ્રમાણે આ ૭ અપવાદ નિયમ છે. તેમાં જણાવ્યા પ્રમાણે ૧૪+૩+૩+૧૦+૩+૩+૨=૪૧ પ્રકૃતિઓનું ઉદીરણાસ્વામિત્વ ઉપર કહેલા ૭ નિયમ પુરતું અપવાદ રૂપ છે. બાકી ઉદય-ઉદીરણાનું સંપૂર્ણપણે સામ્યપણું છે. એટલે અમે અહીં વધારે વિસ્તાર કરતા નથી.
ઉદીરણા સ્વામિત્વ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org