Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 109
________________ ૧૦૮ તૃતીય કર્મગ્રંથ પામી ભવક્ષયે પડીને ઉપશમ લઇને અનુત્તરમાં જાય છે તેઓના મતે માત્ર એક દેવાનુપૂર્વીનો ઉદય સંભવી શકે છે તેથી તે મતે ઓધે અને અવિરતે ૧૦૦ નો ઉદય જાણવો. દેશવિરતિ ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં જે ૮૭ છે તેમાંથી સમ્યકત્વમોહનીય વિના અહીં ૮૬ નો ઉદય હોય છે. પ્રમત્તે જે ૮૧ છે તેમાંથી સમ્યકત્વમોહનીય અને આહારકદ્ધિક વિના ૭૮ નો ઉદય જાણવો. ઉપશમસમ્યકત્વી જીવ લબ્ધિની વિદુર્વણા કરતો નથી. અપ્રમત્તે જે ૭૬ છે તેમાંથી સમ્યકત્વમોહનીય વિના ૭૫ નો ઉદય જાણવો. અપૂર્વકરણાદિમાં બીજા કર્મગ્રંથની જેમ જ ૭૨-૬૬-૬૦ અને ૫૯ નો ઉદય સમજવો. (૫૪) ક્ષાયિક સમ્યકત્વ માગણા- આ સમ્યકત્વ ૪ થી ૧૪ એમ ૧૧ ગુણ- સ્થાનકોમાં હોય છે. ચોથે ગુણઠાણે જે ૧૦૪ નો ઉદય છે. તેમાંથી પહેલા વિનાનાં પાંચ સંઘયણ અને સમ્યકત્વમોહનીય ઓછી કરી, આહારકદ્ધિક અને જિનનામ ઉમેરતાં ઓથે ૧૦૪–૬–૯૮+૩=૧૦૧ નો ઉદય હોય છે અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આહારકદ્ધિક-જિનનામ વિના ૯૮ નો ઉદય હોય છે. ક્ષાયિક પામનાર પ્રથમ સંઘયણી જ હોય છે એમ પ્રતિપદ્યમાનતાને આશ્રયી આ ઉદય કહ્યો છે પરંતુ ક્ષાયિક પામ્યા પછી ક્વચિત્ પાંચ ભવ કરનારા જીવને દુપ્પસહસૂરિજીની જેમ છ માંથી ગમે તે સંઘયણનો ઉદય પણ હોઈ શકે છે. તેથી જો આવા જીવને આશ્રયી ક્ષાયિક લઇએ તો આ પાંચ સંઘયણનો ઉદય પણ હોય છે. તેથી ઓઘે ૧૦૬, ચોથે ૧૦૩, એમ ઉદય જાણવો. પાંચમે ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં જે ૮૭ નો ઉદય કહ્યો છે તેમાંથી સમ્યકત્વમોહનીય તિર્યંચગતિ, તિર્યંચ આયુષ્ય, નીચગોત્ર અને ઉદ્યોત એમ કુલ પાંચ વિના ૮૨નો ઉદય પાંચ ભવ કરનારને આશ્રયી ઘટે છે અને જો પ્રતિપદ્યમાનને આશ્રયી માત્ર પ્રથમ સંઘયણ જ લઇએ તો ૭૭ નો ઉદય હોય છે. દેશવિરતિ ગુણઠાણે જો ક્ષાયિક સમ્યકત્વ હોય તો મનુષ્યને જ હોય છે તિર્યંચોને હોતું નથી. કારણ કે ક્ષાયિક સમ્યકત્વી પૂર્વબદ્ધાયુ મરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132