Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઉદયસ્વામિત્વ
પાંચ જ્ઞાનાવરણીય. ચાર દર્શનાવરણીય. મિથ્યાત્વ મોહનીય, પાંચ અંતરાય, તથા નામકર્મની ૧૨. (તેજસ-કાર્પણ-વર્ણાદિ ચતુષ્કઅગુરુલઘુ-નિર્માણ-સ્થિર-અસ્થિર-શુભ-અશુભ) એમ કુલ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. પોત-પોતાના ગુણઠાણાના અંત સુધી નિયમા ઉદયમાં હોય છે. મિથ્યાત્વ મોહનીય પહેલા સુધી, જ્ઞાનાવરણીયાદિ ૧૪ પ્રકૃતિ બારમા ગુણઠાણા સુધી, અને નામકર્મની ૧૨ તેરમા ગુણઠાણા સુધી નિયમા ઉદયમાં હોય છે. તેથી તે વારંવાર લખાશે નહીં. સંકેતથી સમજી લેવી. આ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી કહેવાય છે.
(૧) નરકગતિ માર્ગણામાં- જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીયની થીણધ્ધિત્રિક વિના ૬, વેદનીયની ૨, મોહનીયની (સ્ત્રી-પુરુષવેદ વિના) ૨૬, આયુષ્યકર્મની નરકાયુષ્ય ૧, નામકર્મની (૧૨ ધ્રુવોદયી, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિયાંગોપાંગ, હુંડકસંસ્થાન, નરકાનુપૂર્વી, અશુભવિહાયોતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, ત્રસચતુષ્ક, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અયશ એમ કુલ) ૩૦, ગોત્રકર્મની નીચગોત્ર ૧, અને અંતરાયની ૫, કુલ આઠકર્મની ૫+૬+૨+૨૬+૧+૩૦+૧+૫=૭૬નો વધુમાં વધુ ઓધે ઉદય હોય છે. નરકગતિમાં નામકર્મની વધુમાં વધુ એકીસાથે ૨૯નો ઉદય છઠ્ઠા કર્મગ્રંથમાં કહ્યો છે. પરંતુ તે પર્યાપ્તા નાસ્કી આશ્રયી છે. વિગ્રહગતિની આનુપૂર્વી ઉમેરતાં નામકર્મની કુલ-કાલભેદે૩૦ ઉદયમાં હોય છે.
આ ૭૬માંથી સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીય એ બે વિના ૭૪નો ઉદય મિથ્યાત્વ હોય છે. તેમાંથી નરકાનુપૂર્વી અને મિથ્યાત્વમોહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org