Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સત્તાસ્વામિત્વ કરણ અપર્યાપ્તાને જ હોય છે, લબ્ધિ અપર્યાપ્તાને હોતું નથી અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ અપર્યાપ્તને જ હોય છે. માટે અપર્યાપ્ત નામકર્મ ઓછું કરેલ છે. સાસ્વાદન વાળા સૂક્ષ્મમાં ઉત્પન્ન થતા નથી. તથા સાસ્વાદને મિથ્યાત્વનો ઉદય હોતો નથી. માટે ૭૨ નો ઉદય કહ્યો છે. (૧૧) અપ્લાય માર્ગણા- આ અપૂકાય જીવોમાં પૃથ્વીકાયની જેમ જ ઉદય હોય છે. પરંતુ ઓધે અને મિથ્યાત્વે આતપનામકર્મ જે પૃથ્વીકાયમાં ઉદયમાં છે તે અપકાયમાં હોતું નથી. કારણ કે “આપ” નો ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલ રતોના પૃથ્વીકાય જીવોને જ હોય છે. તેથી ઓધે અને મિથ્યાત્વે ૪૩+૧=૪૪ વિના ૭૮નો ઉદય અને સાસ્વાદને ૭ર નો ઉદય હોય છે. (૧૨) તેઉકાય માર્ગણા- પૃથ્વીકાય માર્ગણાની જેમ જ જાણવું. પરંતુ આતપ-ઉદ્યોત અને યશનામ આ ત્રણનો ઉદય તેઉકાયમાં સંભવતો નથી. તેથી તે ત્રણ વધારે ઓછી કરવી. માટે ૪૩*૩= એમ ૪૬ ઓછી કરવી. એટલે બાકીની ૭૬ ની ઉદય ઓધે અને મિથ્યાત્વે હોય છે. તેઉકાયવાઉકાયમાં માત્ર પહેલું એક જ ગુણસ્થાનક હોય છે. (૧૩) વાઉકાય માર્ગણા- તેઉકાયની જેમ જ પહેલું એક જ ગુણસ્થાનક, અને ૪૬ વિના ૭૬ નો જ ઉદય છે. પરંતુ લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય ગણીએ તો વૈક્રિય શરીરનામકર્મનો ઉદય અધિક સમજવો એટલે ૭૭ જાણવી. (૧૪) વનસ્પતિકાય માર્ગણા- અહીં પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક છે. ઉદયની પ્રકૃતિઓ પૃથ્વીકાયની જેમ જ પહેલે ૭૯ અને બીજે ૭૨ જ હોય છે. ફક્ત પૃથ્વીકાયમાં જે આતપનો ઉદય છે તેને બદલે અહીં સાધારણનો ઉદય જાણવો. એટલે એક કાઢવી અને એક ઉમેરવી. સંખ્યા સરખી જ છે. (૧૫) ત્રસકાય માર્ગણા- સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, અને એકેન્દ્રિય જાતિ આ પાંચ વિના ઓઘે ૧૧૭ નો ઉદય હોય છે. તેમાંથી આહારકદ્વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org