Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૯
સત્તાસ્વામિત્વ (૧૮) કાયયોગ માર્ગણા- કાયયોગ સર્વત્ર હોવાથી અને યથાસ્થાને સર્વ પ્રકૃતિઓના ઉદયનો સંભવ હોવાથી ઓધે ૧૨૨-મિથ્યાત્વે ૧૧૭ વગેરે બીજા કર્મગ્રંથની જેમ ઉદય જાણવો. કારણ કે કાયયોગ સર્વ સંસારી જીવોને હોય છે. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય કહેવો. (૧૯) પુરૂષવેદ માણા- નારકી-વિલેન્દ્રિય, અને સંમૂર્ણિમ જીવો નિયમ નપુંસકવેદ વાળા જ હોય છે. તેથી નરકત્રિક, જાતિચતુષ્ટય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આપ, જિનનામ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ એમ ૧૪ પ્રકૃતિ વિના ઓથે ૧૦૮ નો ઉદય હોય છે. તેમાંથી આહારકદ્વિક, સમ્યક્ત્વ અને મિશ્રમોહનીય એમ ૪ વિના મિથ્યાત્વે ૧૦૪, મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામ એમ બે વિના સાસ્વાદને ૧૦૨, અનંતાનુબંધી ચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક એમ ૭ વિના અને મિશ્રમોહનીય ઉમેરતાં મિશ્ર ગુણઠાણે ૯૬, તેમાં આનુપૂર્વી ત્રણ ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યકત્વ મોહનીય ગ્રહણ કરતાં અવિરતે ૯૯, તેમાંથી અપ્રત્યાખ્યાન યચતુષ્ક, દેવગતિ, દેવાયુષ્ય, આનુપૂર્વત્રિક, વૈક્રિયદ્રિક, દુર્ભગ, અનાદેય, અને અયશ એમ કુલ ૧૪ વિના દેશવિરતે ૮૫નો ઉદય હોય છે. બીજાકર્મગ્રંથમાં પાંચમે ગુણઠાણે જે ૮૭નો ઉદય છે તેમાંથી ફક્ત સ્ત્રીવેદ અને નપુંસકવેદ વિના જે શેષ રહે તે જ આ ૮૫ છે. ઉપરના ગુણઠાણાઓમાં પણ બીજા કર્મગ્રંથમાં કહેલા ઉદય કરતાં ૨ વેદ ઓછા જાણવા એટલે પ્રમત્તે ૮૧ ને બદલે ૭૯, અપ્રમત્તે ૭૬ને બદલે ૭૪, અપૂર્વકરણે કરને બદલે ૭૦, અને અનિવૃત્તિકરણે ૬૬ને બદલે ૬૪, નો ઉદય જાણવો. કુલ ૯ જ ગુણસ્થાનક હોય છે.
. (૨૦) સ્ત્રીવેદ માર્ગણા- અહીં પુરૂષવેદની જેમ ઉદયપ્રકૃતિ જાણવી. પરંતુ પુરૂષવેદને બદલે સ્ત્રીવેદ કહેવો, તથા આહારકદ્વિકનો ઉદય ચૌદ પૂર્વધરતાના અભાવે આ માર્ગણામાં ન કહેવો, જેથી ઓધે ૧૦૮ને બદલે ૧૦૬, મિથ્યાત્વે ૧૦૪, સાસ્વાદને ૧૦૨, મિશ્ર ૯૬, અવિરતે પુરૂષવેદમાં જો કે ત્રણ આનુપૂર્વી સાથે ૯૯ ઉદયમાં છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org